Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ભાજપનું મિશન બંગાળ ' જોરમાં : વધુ એક ગ્લેમર રાજનીતિમાં ઇનિંગ કરશે શરૂ : અભિનેત્રી પાયલ સરકાર ભાજપમાં જોડાઈ

રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની હાજરીમાં ભાજપમાં સામેલ

કોલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા તમામ રાજકીય પાર્ટીઓ સંગઠન પર પક્કડ મજબૂત બનાવવા પર કામ કરી રહી છે. આજ કારણ છે કે, દરેક પાર્ટી એવા ચહેરાના સામેલ કરી રહી છે, જે પ્રજાના મન પર રાજ કરતી હોય અને શ્રેષ્ઠ પરિણામ આપવામાં મદદ કરી શકે. જે અંતર્ગત ભાજપ પણ સતત પોતાના “મિશન બંગાળ”ને આગળ ધપાવી રહી છે

ક્રિકેટરથી લઈને ફિલ્મ એક્ટર સુધી ભાજપ એક-એક કરીને દરેકને પોતાના પક્ષમાં સામેલ કરી રહ્યું છે. આજ કડીમાં ભાજપે અભિનેત્રી પાયલ સરકારને પણ પાર્ટીમાં સામેલ કરી દીધી છે

પાયલ સરકારે પોતાની કેરિયરની શરૂઆત મૉડલ તરીકે કરી હતી. જે બાદ તેણીએ બંગાળી સિનેમામાં ફિલ્મો ઓફર થવા લાગી હતી. પાયલે પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત બંગાળી સિનેમામાં વર્ષ 2006માં “બિબર”થી કરી હતી. અત્યાર સુધીની ફિલ્મી સફરમાં પાયલ અનેક ફિલ્મો કરી ચૂકી છે. જે માટે પાયલને અનેક પુરસ્કારો પણ મળી ચૂક્યાં છે

તાજેતરમાં પાયલે“મિર્ચ-3” અને “હેચહી”માં કામ કર્યું છે. હવે તે ભાજપમાં સામેલ થઈને રાજકીય ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહી છે

પાયલ સરકાર પૉપ્યુલર બંગાળી મેગેઝીન “ઉનિશ કુરી”ના કવર પેજ પર પણ ચમકી ચૂકી છે. વર્ષ 2010માં ફિલ્મ “લે ચક્કા” માટે બેસ્ટ અભિનેત્રીનો આનંદલોક એવોર્ડ જીતી ચૂકી છે. વર્ષ 2016માં તે ફિલ્મ “જોમેર રાજા દિલો બોર” માટે બેસ્ટ એક્ટ્રેસ માટે કલાકાર એવોર્ડ જીતી ચૂકી છે.

 25 ફેબ્રુઆરીએ બંગાળી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી પાયલ સરકાર એક કાર્યક્રમ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગઈ.

 લોકસભા ચૂંટણીમાં પણ આવા જ જાણીતા ચહેરાઓનો તૃણમૂલ કોંગ્રેસને ફાયદો મળ્યો હતો. નૂસરત જહાં અને મિમિ ચક્રવર્તીએ પાર્ટીમાં સામેલ કરવાનો નિર્ણય TMCને ફળ્યો હતો. જે બન્ને ચૂંટણીમાં વિજેતા બનીને સંસદ સુધી પહોંચી ગઈ છે. હવે ભાજપ પર TMCના પગેલ ફિલ્મી હસ્તિઓ અને લોકપ્રિય ચહેરાઓને પાર્ટીમાં લાવીને પોતાની જીત માટે મજબૂત પાયો નાંખી રહી છે.

(12:00 am IST)