Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કોવિદ -19 સંજોગોમાં બે પાર્ટી વચ્ચેના કોન્ટ્રેકમાં હવે વિશેષ કાળજી લેવી જરૂરી બનશે : 2018 ની સાલમાં કરાયેલા કાનૂની સુધારાઓને કારણે અદાલતના હસ્તક્ષેપમાં નોંધપાત્ર ઘટાડો કરાયો છે : સીનીઅર એડવોકેટ પેનલનું મંતવ્ય

ન્યુદિલ્હી : કોવિદ -19  પરિસ્થિતિને ધ્યાને લેતા અદાલતમાં ચાલી રહેલા મુકદ્દમાઓ અંતર્ગત હવે બે પાર્ટી વચ્ચેના કોન્ટ્રેકમાં વિશેષ કાળજી લેવી જરૂરી બનશે .કારણકે  2018 ની સાલમાં કરાયેલા કાનૂની સુધારાઓને કારણે આ બાબતે અદાલતના હસ્તક્ષેપમાં નોંધપાત્ર ઘટાડો કરાયો છે .તેવું મંતવ્ય સીનીઅર એડવોકેટ્સની પેનલે વ્યક્ત કર્યું છે.

તે દિવસો ગયા જ્યારે બે કે તેથી વધુ પક્ષો કોર્ટના પ્રિઝાઇડિંગ ઓફિસરની મુનસફીનો ઉપયોગ કરવા અને કરારની વિશિષ્ટ કામગીરી અંગે સમજૂતી વિષે રાહ જોતા હતા.પરંતુ હવે આ શક્ય નહીં બની શકે. અગાઉ આ સત્તા અદાલતોને આપવામાં આવી હતી, અને તાજેતરના વર્ષોમાં આ લાંબા સમયથી ચાલતી કાનૂની સ્થિતિને બદલવાનો સરકારે નિર્ણય કર્યો હતો.

કડક શબ્દોમાં કહીએ તો, શાસક અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાને અલગ પાડવાનો સિધ્ધાંત ભારતમાં લાગુ થયો ન હતો, તેથી એમ લાગતું હતું  કે ભલે પ્રતિનિધિઓ અથવા એજન્ટો કરારના અમલ વખતે ભૂલ કરે અથવા તેમની જવાબદારી પૂરી ન કરી શકે, પણ એક સહાનુભૂતિ હતી ન્યાયાધીશ મુશ્કેલીમાંથી  બચાવશે.

પરંતુ હવે ”, ખાસ કરીને “કરારના અમલીકરણ” ની દ્રષ્ટિએ,  2018 માં ખાસ રાહત અધિનિયમની કલમ 10 માં સુધારો લાગુ કરાયો છે.જેનો હેતુ કરારના ચુસ્ત અમલનો છે.

અમારી દ્રષ્ટિએ, બે કે તેથી વધુ પાર્ટીઓ વચ્ચે થતા કરારો તથા જે તે વ્યવસાયો  COVID પછીની શરતો અને તે માટેની  જવાબદારી સ્વીકારે છે, જે મુજબ, પક્ષકારોએ  સંમતિના મૂળભૂત કાનૂની સિદ્ધાંતના આધારે સંમત થવાની  ખાતરી કરવા માટે, કરાર કરવામાં  યોગ્ય કાળજી રાખવી જોઈએ .

ઉપરોક્ત આર્ટિકલ બી.એન્ડ બી.માં મદ્રાસ હાઇકોર્ટના સીનીઅર એડવોકેટ શ્રી એન.એલ.રાજાહ  , તથા કોર્પોરેટ લોયર ,પૂર્વ બેન્કર ,તથા માન્યતાપ્રાપ્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુશ્રી અપર્ણા રામન દ્વારા લખવામાં આવેલો છે.જે વિવેકબુદ્ધિ અનુસાર સંક્ષિપ્ત રૂપે  પ્રગટ કરાયો છે. વિશેષ જાણકારી તથા ચોખવટ માટે ઉપરોક્ત ન્યુઝપેપરમાંથી આર્ટિકલ વાંચવો . 

(12:00 am IST)
  • ગુજરાતમાં સવારથી આવકવેરાનું મોટું ઓપરેશન ચાલુ : ગુજરાતમાં આવકવેરાના મોટાપાયે દરોડા ચાલુ હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. દરમિયાન મોરબીથી મળતા અહેવાલો મુજબ મોરબીની મોટા ગજાની ૨ સીરામીક ઇન્ડસ્ટ્રીઝ ઉપર અમદાવાદ અને રાજકોટથી આવેલા મનાતા આવકવેરાના અધિકારીઓએ ધોસ બોલાવ્યાનુ જાણવા મળે છે. access_time 3:55 pm IST

  • દત્તક લીધેલા યુંઅવાકના લગ્નમાં ગાઝીપુર જશે રક્ષામંત્રી રાજનાથસિંહ : આશ્રમ પદ્ધતિ વિદ્યાલય વારાણસીમાં વિજેન્દ્રે ટોપ કર્યું હતું : રાજનાથસિંહ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે વારાણસી સ્થિત આશ્રમ પદ્ધતિ વિદ્યાલયના તત્કાલીન પ્રધાનાચાર્યને ફોન કરીને બે ગરીબ અને તેજસ્વી બાળકોને દત્તક લેવા ઈચ્છા દર્શાવી હતી :વિજેન્દરને દત્તક લઈને રાજનાથસિંહે અભ્યાસની જવાબદારી નિભાવી હતી access_time 1:23 am IST

  • ચીનમાં માનવાધિકારની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે વ્યક્ત કરી ચિંતા : કહ્યું કે સમીક્ષા કરવી જરૂરી :સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખે કહ્યું કે ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકારની સ્થિતિની સમીક્ષા કરવી જરૂરી છે : એમ પણ કહ્યું કે ચીનમાં કાર્યકર્તાઓ,વકીલો અબે માનવાધિકારના રક્ષકો પર જુઠા કેસ ચલાવી બંદી બનાવ્યા છે access_time 12:53 am IST