Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અમેરિકાના નવા પ્રમુખ બિનેડ ભારતીય મુળના લોકો ઉપર મહેરબાનઃ બજેટ વિભાગની જવાબદારી નીરા ટંડનને સોંપાતા ભારે વિરોધ

વોશિંગ્ટનઃ અમેરિકામાં નવા પ્રમુખ ભારતીય મૂળના લોકો પર મહેરબાન છે. પરંતુ તેથી તેમની જ પાર્ટી ડેમોક્રેટિક સાંસદને આ વાત ગમી રહી નથી. અમેરિકામાં બીજું સર્વોચ્ચ પદ એટલે ડેપ્યુ. પ્રેસિડેન્ટ તરીકે ભારતીય મૂળના જ કમલા હેરિસ છે. હવે પ્રમુખ બિડેન પોતાના બજેટ વિભાગ(OBM)ની જવાબદારી બીજા ભારતીય નીરા ટંડનને સોંપી છે. તેથી તેમની પાર્ટીમાંથી વિરોધી સૂર ઊઠી રહ્યા છે.

નીરાના નામ પર મહોર લાગતા અમેરિકામાં નવો ઇતિહાસ રચાશે

જો નીરા ટંડનને આ પદ મળી જાય તો અમેરિકામાં ઇતિહાસ રચાય. કારણ કે પહેલી વાર કોઇ અશ્વેતને આ મહત્વની જવાબદારી મળી છે. જો વ્હાઇટ હાઉસ નીરા ટન્ડનના નામે મહોર મારી દે તો ઇતિહાસ રચાઇ જશે. પરંતુ તેના માટે પ્રમુખ જો બિડેનને તેમની પાર્ટીના જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

3 રિપબ્લિકન અને એક ડેમોક્રેટિક સાંસદનો વિરોધ

નીરા ટંડન ભારતીય મૂળના હોવાથી ભારતમાં પણ ખુશીનો માહોલ છે. તેમની આ સપ્તાહે જ બિડેન તંત્રમાં વિધિવત નીમણૂક થવાની છે. પરંતુ સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના 3 સાંસદોની સાથે એક ડેમોક્રેટિક સાંસદ આ વાતનો ભારે વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં વ્હાઇટ હાઉસે નીરા ટંડન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

હવે બોલ વ્હાઇટ હાઉસ સેનેટના પાળામાં છે. આ અંગે વિશ્લેષક પ્રોફેસર હર્ષ પંતે જણાવ્યું કે જો વ્હાઇટ હાઉસ ઇચ્છશે તો નીરાના નામ પર મહોર મારી દેશે, તેવી આશા છે. પરંતુ જે બિડેન તંત્રને તેમાં નિષ્ફળતા મળશે તો તેમની સામે મોટી મુશ્કેલી સર્જાશે.

સેનેટમાં ડેમોક્રેટિક અને રિપબ્લિકનના સરખા સાંસદ

પ્રોફેસર હર્ષના મતે અમેરિકી સંસદમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક સાંસદોની સંખ્યા સરખી હોવાથી પરિસ્થિતિ જટિલ બની છે. જ્યારે નીરા ટંડનની વરણી માટે ઓછામાં ઓછું એક વોટ વધુ હોવું જોઇએ. તેમ છતાં જો નીરા ટંડનના મામલે બરાબરના મતોની સ્થિતિ સર્જાશે તો ઉપપ્રમુખ કમલા હેરિસને તેમનો કિંમતા વોટ આપવો પડશે.

પ્રમુખ બિડેનનું નીરા માટે જબરજસ્ત લોબિંગ

બીજી બાજુ વ્હાઇટ હાઉસના ઓબીએમ પદે નીરા ટંડનની વરણી અંગે પ્રમુખ બિડેને જોરદાર લોબિંગ શરુ કરી દીધું છે. નીરાના સમર્થનમાં બિડેને કહ્યું કે બજેટ વિભાગની જવાબદારી સંભાળવા માટે નીરા સક્ષમ ઉમેદવાર છે. અમે માનીએ છીએ કે અમારી પસંદગી સૌથી સારી છે. જો સાંસદ 50 વર્ષીય ટંડનના નામની પુષ્ટિ કરી દેશે તો તેઓ અમેરિકી સરકાર માટે બજેટ તૈયાર કરનારાં પ્રથમ અશ્વેત મહિલા બની જશે.

આ અંગે વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન સાકીએ પ્રમુખ બિડેનની વાતને બળ આપ્યું છે. તેમણ કહ્યું કે માત્ર એક જ ઉમેદવાર છે. જે બજેટ વિભાગનું નેતૃત્વ કરશે અને તે નીરા ટંડન છે.

(4:57 pm IST)