Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સપા સાંસદ આજમ ખાં ની ધરપકડ પર સીએમ યોગીનો કટાક્ષઃ અમે ગંદકી સાફ કરી રહ્યા છીએ ગમે તે સ્વરૂપમાં હોય

         યોગીએ બજેટ ચર્ચામા  ઇશારો કરી આજમ ખાં પર ટીપ્પણી કરતા કહ્યુ કે વિજળી ખૂબજ ચમકી રહી છે.

         ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ખોટા જન્મ પ્રમાણપત્ર મામલામા  બુધવારના જેલમાં ગયેલ સપા સાંસદ આજમ ખાં નુ નામ લીધા વગર એમની તરફ ઇશારો કરતા કહ્યું અમે ગંદકી સાફ કરી રહ્યા છીએ. પછી તે કોઇપણ પ્રકારની હોય. યોગીએ વિધાનસભામાં  નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે રજુ બજેટ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે અમે ભેદભાવ નથી રાખ્યો.

         એમણે કોઇનુ નામ લીધા વિના કહ્યું કે બિજલી તો ખૂબ જ ચમકી રહી છે રામપુરમા  ખૂબજ ઝડપથી ચમકી રહી છે. જયારે વિજળી ચમકે છે તે ફાલતુ વાયરસ પેદા થતા નથી. યોગીનો આ ઇશારો રામપુરના સપા સાંસદ આજમ ખાં પર હતો. યોગીએ ટિપ્પણી કરતા કહ્યુ કે વાયરસ ગંદકીમાં પેદા થાય છે.  અમે તે દૂર કરી રહ્યા છીએ. આ રીતે ઘણી બધી સારી ચીજોને એક સાથે સાફ કરવાનુ  અભિયાન કરી રહ્યા છીએ. રામપુર સમાજવાદી પાર્ટીના સાંસદ આજમ ખાં યોગીના ધારાસભ્ય પત્ની તજીન ફાતિમા અને પુત્ર અબ્દુલા આજમને ખોટા જન્મ પ્રમાણપત્ર બતાવવાના મામલામા  અદાલતના આદેશ પર બુધવારના બે માર્ચ સુધી ન્યાયીક અટકાયતમાં જેલમાં મોકલવામા આવ્યા.

(11:52 pm IST)