Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

બાલાકોટ એર સ્ટ્રાઇકના સમયે આઇએએફ લાહોર પર હુમલા માટે તૈયાર હતાઃ જગુઆર જેટ કરી રહ્યા હતા સિગ્નલનો ઇન્તજાર

               નવી દિલ્લીઃ  ઇન્ડિયન  એરફોર્સએ  ગયા વર્ષે  આજના દિવસે એટલે કે  ર૬  ફેબ્રુઆરીના પાકિસ્તાનના બાલાકોટમાં  હવાઇ હુમલા  કર્યા હતા. આ એર સ્ટ્રાઇક  પુલવામા  આતંકી હુમલાનો જવાબ હતો. ૧૪ ફેબ્રુઆરીના થયેલા આ હુમલામા   સીઆરપીએફના કાફલાને નિશાન બનાવેલ હતો. પુલવામા આતંકી હુમલાને પાકિસ્તાનમા ઓલ જૈશ-એ-મોહમદ તરફથી અંજામ આપવામાં આવ્યો હતો.

         બાલાકોટ એર સ્ટ્રાઇકને મિરાજ-ર૦૦૦ ફાઇટર જેટની મદદથી પુરો કરવામા આવ્યો હતો. પણ આ જગુઆર જેટસ પણ આ એર સ્ટ્રાઇકનો ખાસ હિસ્સો હતો. એફ-૧૬ ને કારણથી ૧ર મિરાજ ર૦૦૦ ખતરામા  આવી શકતા હતા.  આ સમય આઇએએફ તરફથી બે એફ ૧૬ જેટસને રવાના કરવામાં આવેલ.

(11:40 pm IST)