Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફતીની પુત્રીનું વિવાદિત ટવિટઃ દિલ્લી હિંસાને બતાવી બહુસંખ્યોકોમા ઉપજી કટ્ટરતા

    પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફતીની પુત્રી ઇસ્તિજાએ એક વખત ફરી વિવાદીત ટવીટ કર્યુ છે. આ વખતે  એમણે દિલ્લીમા થઇ રહેલ હિંસાને નિશાન બનાવતા લખ્યુ છે કે બહુસંખ્યકોમાં ઉપજી કટ્ટરતાએ દેશની વિવિધતા પૂર્ણ છબીને કમજોર કરી છે છેલ્લા સાત માસથી પોતાની માતાના ટવિટર એકાઉન્ટને હેન્ડલ કરી રહી છે અને સમય સમય પર પોતાના વિચાર ટવિટ કરતી રહે છે. એમણે ટવિટ કર્યુ છે કે છેલ્લા સાત મહિના દરમ્યાન જે પ્રકારે બહુસંખ્યક સમુદાયની ઉગ્રતા વધી રહી છે એનાથી હુ આશ્ચર્યચકિત છુ કે શું મુસ્લિમો સાથે થઇ રહેલો વર્તાવ ઉચિત છે ?

        સોશ્યલ મીડિયા પર દિલ્લી હિંસામા  ફાયરીં  કરનાર વ્યકિતની ધરપકડ ન થવા પર ઇલ્તિજાએ લખ્યું કે તે કાશ્મીરી અથવા મુસલમાન ન હતા માટે અત્યાર સુધી કાર્યવાહી નથી થઇ.

(10:38 pm IST)