Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિર સાવરકરને સમ્માનિત કરવાનો પ્રસ્તાવ નકારાયોઃ શિવસેના પર ભડકી ભાજપા

      મુંબઇઃ  મહારાષ્ટ્રમાં વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટી દ્વારા સીએમ ઉદ્વવ ઠાકરેએ સાવરકરના સમ્માનમા વિધાનસભામાં એક પ્રસ્તાવ રજુ કરવાની માંગને વિધાનસભા સ્પીકર નાના પટોળેએ નકાર્યાે જે પછી ભડકી ભાજપાએ  શિવસેના પર જોરદાર હુમલો મચાવ્યો. સાવરકરની પુણ્યતિથીના અવસર પર ભાજપા કાર્યકર્તા મી પન સાવરકર (હું પણ સાવરકર) લખેલી ટોપાીઓ પહેરી સવારે વિધાનસભા ભવન પહોંચ્યા.

        વિધાનસભા સ્પીકર નાના પટોળએ પ્રશ્નકાલ આરંભ કરવાની વાત કરી એટલે ભાપા એમએલએ સુધીર મુગંટીવારએ કહ્યું કે સ્વતંત્ર વીર સાવરકરની પુણ્યતિથી પર એમને યાદ કરવા સદનની કાર્યવાહી શરૂ કરવા જેટલી જ જરૂરી છે આવો પ્રસ્તાવ લાવવા માટે સરકાર અમને બાધ્ય ન કરે. જયા ભાજપાના સદસ્યની માંગને નજરઅંદાજ કરતા પટોળએ પ્રશ્નકાળ ચાલુ રાખ્યો.

        ભાજપાની આ માંગએ શિવસેનાને ઘેરવાની કોશિષના તૌર પર જોવામા આવે છે જેનાથી વૈચારિક રીતે એકદમ વિપરીત દળ કોંગ્રેસ અને એનસીપી સાથે મળી રાજયમાં સરકારનું ગઠન કર્યુ છે આ પછી જ ભાજપા અને શિવસેનામા ખેચતાણ સામે આવી છે.

(10:38 pm IST)