Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જોગવાઈઓનું વિસ્તૃત ચિત્ર

શિક્ષણ વિભાગ માટે ૩૧૯૫૫ કરોડની જોગવાઈ

અમદાવાદ, તા. ૨૬ : ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના પ્રથમ દિવસે આજે નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યું હતું જેમાં વિવિધ જાહેરાતો કરવામાં આવી હતી. મહિલા-બાળવિકાસ વિભાગ, સામાજિક ન્યાય અધિકારિતા, વૃદ્ધો-દિવ્યાંગોને અપાતી સહાય, પાણી પુરવઠા, આદિજાતિ વિકાસ, શ્રમિક કલ્યાણ, માર્ગ અને મકાન વિભાગ ગૃહ વિભાગ, પોલીસ આવાસ સહિતના ક્ષેત્રોમાં જુદી જુદી જોગવાઈઓ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે પણ ૩૧૯૫૫ કરોડની જોગવાઈ કરાઈ છે. વિવિધ વિભાગ માટે જોગવાઈઓ નીચે મુજબ છે.

શિક્ષણ વિભાગ માટે ૩૧૯૫૫ કરોડ

*    સ્કુલ ઓફ એક્સિલન્સ માટે ૫૦૦ કરોડ

*    ૭૦૦૦ નવા ક્લાસ માટે ૬૫૦ કરોડ

*    મધ્યાહન ભોજન માટે ૯૮૦ કરોડ

*    કોલેજ વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે ૨૦૦ કરોડની જોગવાઈ

*    આરટીઈ હેઠળના ૪.૨૨ લાખ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્ટેશનરી માટે ૫૫૫ કરોડ

*    વિદ્યાર્થીઓ માટેની મુખ્યમંત્રી સ્વાવલંબી યોજના માટે ૯૩૫ કરોડ

આરોગ્ય પરિવાર કલ્યાણ માટે ૧૧૨૪૩ કરોડ

*    સયાજી હોસ્પિટલ વડોદરામાં ૬૦૦ બેડની નવી ચાઇલ્ડ હોસ્પિટલ

*    સગર્ભા માતા અને બે વર્ષ સુધીના બાળકને પોષણ માટે ૨૦૦૦ કરોડ

*    મા અમૃતમ, મા વાત્સલ્ય, આયુષ્યમાન યોજના માટે ૧૫૫૫ કરોડ

*    નવસારી, રાજપીપળા અને પોરબંદરની ત્રણ નવી  મેડિકલ કોલેજ માટે ૧૨૫ કરોડ

મહિલા બાળ વિકાસ માટે ૩૧૫૦ કરોડ

*    ૫૩૦૨૯ આંગણવાડીમાં સ્માર્ટ ફોન ગ્રોથ ડિવાઈસ માટે ૫૫ કરોડ

*    શહેરોમાં આંગણવાડી વધારવા ૩૫ કરોડ

*    વ્હાલી દિકરી માટે ૫૦ કરોડ

પંચાયત ગ્રામ વિકાસ માટે ૯૦૯૧ કરોડ

*    માદરેવતન યોજના હેઠળ રાજ્ય સરકાર એનઆરઆઈ જેટલું દાન આપશે

*    મહિલા ઉત્કર્ષ જૂથને એક લાખ સુધી ધિરાણનું વ્યાજ સરકાર ચુકવશે

*    ગ્રામ સ્વનિર્ભર યોજના હેઠળ મહિલા જૂથોને ઘંટી ખરીદવા સહાય

*    ગ્રામ પંચાયતોને કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે ગ્રાન્ટ

*    પાંચ લાખ વિધવા બહેનોની સહાય રકમ વધારીને ૧૦૦૦ કરાઈ

*    આંગણવાડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફ્લેવર દૂધ માટે ૩૪૨ કરોડ

સામાજિક ન્યાય અધિકારીતા માટે ૪૩૨૧ કરોડ

*    એસસી, વિચરતી જાતિના વિદ્યાર્થીઓને સહાયતા

*    શિષ્યવૃત્તિ ૭૫૦ રૂપિયા, ભોજન બિલ મહિને ૧૫૦૦ રૂપિયા

*    બૂટ, મોજા રૂપિયા ૪૦૦, ગણવેશ માટે ૬૦૦ રૂપિયા, કન્યાને મફત સાયકલ

*    સાત ફેરા યોજના હેઠળ સંસ્થાઓને ૩૦૦૦ રૂપિયા, યુગલને ૧૨૦૦૦ રૂપિયા

વૃદ્ધો દિવ્યાંગોને સહાય

*    ૭૫ વર્ષથી મોટા વૃદ્ધને માસિક ૧૦૦૦નું પેન્શન

*    માનસિક દિવ્યાંગોને માસિક ૧૦૦૦ની સહાય

*    કુટુબંના મુખ્ય વ્યક્તિના આકસ્મિક મોતમાં ૨૦૦૦૦ની સહાય

પાણી પુરવઠા માટે ૪૩૧૭ કરોડ

*    ૧૭ લાખ ઘરોમાં પીવાના પાણીની યોજના માટે ૭૨૪ કરોડ

*    સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની બલ્ક પાઇપલાઈન માટે ૫૦૦ કરોડ

*    રિયુઝ ઓફ ટ્રિટમેન્ટ વેસ્ટ વોટર યોજના માટે ૧૦૦ કરોડ

*    ગાંધીનગરમાં ૨૪ કલાક પાણી વિતરણ માટે ૨૪૦ કરોડ

આદિજાતિ વિકાસ માટે ૨૬૭૫ કરોડ

*    આશ્રમ એકલવ્ય શાળા માટે ૩૭૫ કરોડ

*    પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ૩૭૯ કરોડ

*    આશ્રમ શાળામાં છાત્રની ગ્રાન્ટ ૨૧૬૦

*    એસટી વિદ્યાર્થીને ફુડ બિલ માટે ૩૦ કરોડ

*    સરકારી ગ્રાન્ટેડ સ્કુલના વિદ્યાર્થીઓના રહેવા-જમવા માટે ૧૦૩ કરોડ

*    બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ૨૦ કરોડ

*    પંચાયત અને ગ્રામ વિકાસ માટે ૯૦૯૧ કરોડ

શ્રમિક કલ્યાણ રોજગાર માટે ૧૪૬૧ કરોડ

*    કડિયાનાકાના શ્રમિકોને સિટીબસમાં મુસાફરી ખર્ચમાં સહાય

*    એક લાખ એપ્રેન્ટિસની ભરતી માટે ૯૨ કરોડ

*    ૭૦ હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ

*    શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં રૂપિયા ૧૦માં ભોજનનું યુવીન કાર્ડ

*    મહિલા શ્રમિકોને પ્રસુતિ સહાય માટે બે બાળકો સુધી ૨૭૫૦૦ની સહાય

માર્ગ અને મકાન માટે ૧૦૨૦૦ કરોડ

*    ૭ વર્ષ કે તેથી વધુ સમયથી રિકાર્પેટ ન થયેલા રસ્તાનું રિસરફેશિંગ

*    જુના પુલોના રિપેરિંગ અને પુનઃ બાંધકામ માટે ૮૦ કરોડ

*    મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ૨૫૦૦ કરોડ

*    અકસ્માતવાળા રોડના સેફ્ટી ઓડિટ માટે ૨૬ કરોડ

(8:04 pm IST)