Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દિલ્હી હિંસા: હેટ સ્પીચ પર BJPના નેતાઓ વિરૂદ્ધ FIR દાખલ કરો: હાઇકોર્ટે પોલીસને નોટિસ ફટકારી

એફઆઈઆર દાખલ ન કરવાના મુદ્દે કડક કાર્યવાહી થઈ શકે

નવી દિલ્હી : દિલ્હીમાં હિંસા અંગે હાઈકોર્ટે સખત વલણ અખત્યાર કર્યુ અને ભડકાઉ ભાષણ આપનારા નેતાઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવાના નિર્દેશ આપ્યાં હતા ભાજપના નેતાઓ વિરૂદ્ધ FIR અને હિંસાની તપાસ માટે SITની રચનાની માંગ પર દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઇ. આરોપી નેતાઓ પર દિલ્હી પોલીસને એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યાં છે

કોર્ટે કહ્યું ગુનાના ખુલાસા બાદ એફઆઈઆર દાખલ થવી જરૂરી છે. એફઆઈઆર દાખલ ન કરવાના મુદ્દે કડક કાર્યવાહી થઈ શકે છે. ભાજપના નેતાઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવાને લઈને સોલિસિટર જનરલે હાઈકોર્ટને કહ્યું હતું કે ઓથોરિટીઝની રાહ જોવામાં આવે, હાલ કોઈ નિર્ણય સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

 ત્યારે આ મામલે દિલ્હી સરકારના વકીલ રાહુલ મેહરાએ દલીલ કરી કે ભાજપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં મોડું કરવાનું કોઈ કારણ નથી. હિંસામાં સામેલ પ્રત્યેક વ્યક્તિ વિરૂદ્ધ કેસ દાખલ થવો જ જોઈએ. આ મુદ્દે કોર્ટે આવતીકાલ સુધી મામલાની સુનાવણી સ્થગિત કરી છે.

(8:03 pm IST)