Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગ્રામ વિકાસ માટે માદરે વતન યોજનાઃજેટલી રકમ દાતા આપે, એટલી સરકાર ઉમેરશે

ગ્રામ્ય બહેનોની રોજગારી માટે ગ્રામ્ય સ્વનિર્ભર યોજનાઃ મહિલા ઉત્કર્ષ યોજના : ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવા માથાદિઠ રૂ.૨ના બદલે પ સહાય

ગાંધીનગર, તા.૨૬: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નામની નવી યોજનાની જાહેરાત કરતા હું આનંદ અનુભવું છું. આ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ, મહિલા ઉત્કર્ષ જૂથ બનાવી રૂ.૨૧ લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપૂર્ણ વ્યાજ રાજય સરકાર દ્વારા સધે સીધું બેન્કોએ આપવામાં આવશે. આમ મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન પ્રાપ્ત થશે જેનાથી મહિલાઓને સ્વ-રોજગાર માટે નવુ બળ પ્રાપ્ત થશે. આ યોજના હેઠળ વ્યાજ સહાય આપવા કુલ રૂ.૧૯૩ કરોડની જોગવાઇ.  ગામડામાં સ્વચ્છતા જાળવવા માટે ધન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કરવું ખુબ જ જરૂરી છે. ઘન કચરાના વ્યવસ્થાપન માટે રાજયની ૧૬૬૭ ગ્રામ પંચાયતોને ટ્રાઇસિકલ અને હેન્ડ કાર્ટ જેવા સફાઇના સાધનો પૂરા પાડવામાં આવશે. તેવી રીતે પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે ૮૦ જેટલી ગ્રામ પંચાયતોમાં ગ્રે વોટર ટ્રીટમેન્ટ  પ્લાન્ટ નાખવામાં આવશે જે માટે કુલ રૂ.૬૧ કરોડની જોગવાઇ. ગુજરાત સરકારની યોજના અંતર્ગત ઘન કચરો ડોર ટુ ડોર કલેકશન દ્વારા એકત્ર કરવા માટે હાલ તમામ ગ્રામ પંચાયતોને વ્યકિતદીઠ માસિક રૂપિયા બે ગ્રાન્ટ આપવામાં આવે છે. તેને બદલે હવે વ્યકિતદીઠ માસિક રૂપિયા ચાર ગ્રાન્ટ આપવામાં આવશે જે માટે રૂ.૮૮ કરોડની જોગવાઇ.

(4:44 pm IST)