Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સરકારી શાળાઓમાં ૨૨૫૦૦ એલઇડી લાઇટ નખાશે! બેટરીવાળા દ્વિચકી વાહનોને સહાય

ગાંધીનગર, તા.૨૬: વધતા જતા વિકાસની સાથે પર્યાવરણ સામે અનેક પડકારો ઉભા થઇ રહ્યા છે. સરકારે દીર્ઘદ્રષ્ટિ રાખી કલાઇમેન્ટ ચેન્જના આવનાર પડકારોને પહોંચી વળવા વિવિધ વિભાગો  જેવા કે શહેરી વિકાસ વિભાગ હેઠળ રૂ.૧૫૨૨ કરોડ, પંચાયત વિભાગ હેઠળ રૂ.૯૯૮ કરોડ, ઉર્જા વિભાગ હેઠળ રૂ.૬૯૨ કરોડ, વન અને પર્યાવરણ વિભાગ હેઠળ રૂ.૬૨૮ કરોડ અને અન્ય વિભાગો હેઠળ મળીને ગ્રીન બજેટ અંતર્ગત કુલ રૂ.૫૯૨૨ કરોડની માતબર જોગવાઇ કરેલ છે.

 રાજય સરકારી શાળાઓમાં ૨૨,૫૦૦ એલ.ઇ.ડી. લાઇટ અને ૨૩,૦૦૦ સ્ટાર રેટેડ પંખાઓ નાખવામાં આવશે. જે માટે રૂ.૬ કરોડની જોગવાઇ

 સરકારી અને એકલવ્ય શાળાઓને હોસ્ટેલો, સરકારી વિશ્રામ ગૃહો તથા યાત્રાધામોમાં સૌર ઉર્જા આધારિત હોટ વોટર સિસ્ટમ નાખવામાં આવશે.

 ૮૦૦ નંગ ઇ-રીક્ષા માટે પ્રતિ રીક્ષા રૂ.૪૦,૦૦૦ની સહાય આપવામાં આવશે.

 ૧૦૦ નંગ બેટરી ઓપરેટેડ દ્વિચકી વાહનો માટે પ્રતિ વાહન દીઠ રૂ.૧૦,૦૦૦ની સહાય આપવામાં આવશે.

 ખેડૂતોને સોલાર સંચાલિત મિનિ ટ્રેકટર ખરીદવા તથા શહેરોમાં ઇલેકટ્રીક વાહનો માટે ચાર્જિગ પોઇન્ટ ઉભા કરવા સહાય આપવામાં આવશે.

(4:43 pm IST)