Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

૧૦૦ ટકા સુપોષીત આંગણવાડી સિધ્ધી બદલ પોષણ ત્રિવેણી પુરસ્કાર અપાશે

ગાંધીનગર, તા., ૨૬: રાજયની લોકપ્રિય ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને સુદ્રઢ કરવા નવી ૧પ૦ એમ્બ્યુલન્સ ખરીદવા રૂ. ર૭ કરોડની જોગવાઇ. જસદણ, ધ્રોળ, દહેગામ, માણાવદર, હાલોલ, સોનગઢ અને ચીખલી, સીએચસીને જિલ્લા કક્ષાની હોસ્પીટલમાં અપગ્રેડ કરવા રૂ. ર૧ કરોડની જોગવાઇ. જનરલ હોસ્પીટલ સિધ્ધપુર ખાતે કેન્સર કેરના સાધનાો અને નડીયાદ ખાતે એમઆરઆઇ મશીન વસાવવા રૂ. ૧૬ કરોડની જોગવાઇ. કોટેજ હોસ્પીટલ ઉપલેટા અને જનરલ હોસ્પીટલ બીલીમોરા ખાતે આધુનિક હોસ્પીટલ બિલ્ડીંગ બનાવવા રૂ. ૧૦ કરોડની જોગવાઇ. જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પીટલમાં તબીબી ઉપકરણો અને ૧૦ એમ્બ્યુલન્સ વસાવવા રૂ. ૮ કરોડની જોગવાઇ. આરોગ્યનલી સેવાઓ માટે પાયાની અને અગત્યની કામગીરી કરતી આશા બહેનોને આગવી ઓળખ માટે યુનિફોર્મ સ્વરૂપે બે સાડી પુરી પાડવા માટે રૂ. ૪ કરોડની જોગવાઇ. નવજાત શિશુની સઘન સારવાર માટે ૪ સરકારી હોસ્પીટલો ખાતે સીક નીઓનટલ કેર યુનીટની ક્ષમતા વધારવા માટે રૂ. રર કરોડની જોગવાઇ. મેડીકલ કોલેજ સોલા અમદાવાદ ખાતે બેચલર ઇન ઓડીયોલોજી સ્પીચ એન્ડ લેગ્વેજ પેથોલોજી કોર્સ શરૂ કરવા અને કોકલીયર ઇમ્પ્લાન્ટ સેનટરો કાર્યાન્વીત કરવા રૂ. ર કરોડની જોગવાઇ.

ગાંધીનગર પોષણ અભિયાન અંતર્ગત રૂ. પપ કરોડના ખર્ચે પ૩૦ર૯ આંગણવાડીમાં સ્માર્ટ ફોન અને ગ્રોથ મોનીટરીંગ ડીવાઇસ આપવામાં આવ્યા છે. જેના કારણે ૧૧ જેટલા રજીસ્ટ્રોના સ્થાને સમગ્ર કામગીરી સ્માર્ટ ફોન વડે ડિજીટલી કરવામાં આવે છે. આ કામગીરીના મોનીટરીંગ અને માર્ગદર્શન માટે અંદાજે રૂ. ર કરોડના ખર્ચે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. જેને વધુ સુદ્રઢ કરવા પ્રોજેકટ મેનેજમેન્ટ યુનીટની સ્થાપના કરવામાં આવશે તેમશ્રી નીતીન પટેલે જાહેર કર્યુ છે.

પોષણ અભિયાન અંતર્ગત ૧૦૦ ટકા સુપોષીત આંગણવાડીની સિધ્ધી હાંસલ કરનાર પાયાના કર્મચારીઓને પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. જે અંતર્ગત આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે રૂ. ૧ર,૦૦૦ અને રૂ. ૬૦૦૦ તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડી સુપોષીત કરનાર પ્રત્યેક આશા ર્વકર અને એએનએમને રૂ. ૧ર,૦૦૦નો પુરસ્કાર આપવામાં આવશે જે માટે રૂ. ૮ કરોડની જોગવાઇ. શહેરી વિસ્તારોમાં પ્રતિ આંગણવાડી રૂ. ૭ લાખ મુજબ પ૦૦ આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૩પ કરોડ.

(4:41 pm IST)