Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સ્માર્ટ ટાઉન મિશન : ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ફલાય ઓવર બંધાશે

ગાંધીનગર, તા. ર૬ : શહેરી વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય અને ઉપયોગી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. ૪૫૪૪ કરોડની જોગવાઇ. તે પૈકી.

*ભૂગર્ભ ગટર તેમજ પાણી પુરવઠાની સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. ૧૧૬૯ કરોડની જોગવાઇ,

*જે નગરપાલિકાઓ પાસે પીવાના પાણીનો પૂરતો જથ્થો છે. પરંતુ પાણી વિતરણ કરવાની વ્યવસ્થા અપૂરતી છે, તે નગરપાલિકાઓને આવી સુવિધાઓ વિકસાવવા માટે સહાય આપવા ઈં ૫૦૦ કરોડની જોગવાઇ.

*મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ.

*ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા તેમજ ઇંધણ અને સમયની બચતના હેતુથી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ફ્લાય ઓવર બનાવવા ૨૫૦૦ કરોડની જોગવાઇ.

*શહેરોના વધતા જતા વિસ્તારને કારણે શહેરની નજીકમાં આવેલ ગામડા તથા આઉટગ્રોથ વિસ્તારો પણ શહેરમાં સમાવેશ થઇ જાય તેવી સ્થિતિ ઊભી થયેલ છે. આ વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા રૂ. ૨૫૦ કરોડની જોગવાઇ.

*શહેરો વચ્ચે જનલક્ષી સુવિધાઓ વિકસાવવા માટે સ્પર્ધાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે માટે સ્માર્ટ ટાઉન મિશન હેઠળ અ અને બ વર્ગની નગરપાલિકા ઓમાંથી સ્પર્ધા દ્વારા પસંદ કરેલ પાંચ નગરપાલિકાઓમાં વિકાસના કામો માટે પ્રતિ વર્ષ રૂ. ૨૦ કરોડ લેખે પાંચ વર્ષમાં રૂ. ૧૦૦ કરોડ ફાળવવામાં આવશે.

*નદીઓ અને તળાવોમાંથી જલકુંભી કે વનસ્પતિ કચરો કાઢવા મહાનગર પાલિકાઓને સાધનો ખરીદવા માટે સહાય આપવા રૂ. ૧૫ કરોડની જોગવાઇ.

*અમૃત યોજના અંતર્ગત ૮ મહાનગરપાલિકા અને ૨૩ નગરપાલિકા ઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરિવહન જેવી સુવિધાઓ માટે રૂ. ૮૦૦ કરોડની જોગવાઈ.

*સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ૬ શહેરોમાં એરિયા બેઝ વિકાસના કામો જેવા કે એરિયા રિડેવલપમેન્ટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઈન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ, CCTV, ઇન્ટરનેટ કનેકટીવીટી વગેરે માટે રૂ. ૫૯૭ કરોડની જોગવાઇ.

(4:39 pm IST)