Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ખેતી માટે દિવસે પણ વીજળીઃ દિનકર યોજના જાહેર

નવા કૃષિ વિષયક ૧ લાખ વીજ જોડાણ અપાશેઃ ગ્રામ પંચાયતોના વોટર વર્કસને મફત વિજળી

ગાંધીનગર તા. ર૬ : કચ્છ ખાતે દુનિયાના સૌથી મોટા હાઇબ્રીડ પાર્કના નિર્માણથી તે એક જ સ્થળેથી સૌર અને પવન ઉર્જા દ્વારા વાર્ષિક રપ,૦૦૦ મેગાવોટ ઉર્જા ઉત્પન્ન કરતું દુનિયાનું સૌથી મોટુ સ્થળ બનશે.

ખેડુતો પુરતા વીજ જોડાણ, સાતત્યપ,ૂર્ણ અને ગુણવત્તાયુકત વીજ પુરવઠ પુરો પાડવામાં આવે છે.હે ખેડુતોની વર્ષો જુની માંગણી પુરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પુરો પાડવાનો અમો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે હું નવી દિનકર યોજના જાહેર કરૃંછું આ યોજનામાં આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદ્ઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા રૂ.૩પ૦૦ કરોડનું આયોજન છે. જે માટેરૂ.પ૦૦ કરોડની જોગવાઇ.

આશરેએક લાખ કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂ.૧૪૮૯ કરોડની જોગવાઇ.

ખેતીનો ખર્ચ ઘટાડવા ખેડુતોને રાહત દરે વીજ પુરવઠો પુરો પાડવા માટે સબસીડી આપવા રૂ.૭૩૯પ કરોડની જોગવાઇ.

લોકપ્રિય સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત સોલર રૂફટોપ માટે સબસીડી આપવા માટે રૂ.૯૧ર કરોડની જોગવાઇ.

તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસને વિનામુલ્યે વીજળી પુરી પડાવા માટેરૂ.૬૭પ કરોડની સબસીડીની જોગવાઇ.

આગામી વર્ષે ૧૪૦ નવા સબસ્ટેશનો સ્થાપવાનું આયોજન છે.જે માટે રૂ.૪ર૧ કરોડની જોગવાઇ.

જુના જર્જરિત વીજ વાયરોને બદલવા, નડતર રૂપ વીજ માળખાના સ્થળાંતર માટે, લાંબા ખેતીવાડી ફિડરોના વિભાજન માટે, કિસાન હિત ઊર્જા શકિત યોજનાના અમલીકરણ તથ સીમ શાળાઓમાં થ્રી ફ્રેઝ વીજ પુરવઠો પુરો પાડવા રૂ. ૩૦પ કરોડની જોગવાઇ.

ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસીટી કોર્પોરેશન  લીમીટેડ અને ગુજરાત ઇલેકટ્રીસીટી ટ્રાન્સમીશન કોર્પોરેશનને શેરમુડી ફાળા માટે રૂ. ર૭પ કરોડની જોગવાઇ.

ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસીટી કોર્પોરેશનના લીમીટેડના પાવર જનરેશન યુનિટોના આધુનિકીકરણ અને રેટ્રોફીટીંગ માટે રૂ. ૧પ૦ કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ૧૮,પ૦૦ ગ્રીડ કનેકટેડ પંપને સોલારાઇઝ કરવા તથા સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે કુલ રૂ. ૧રપ કરોડની જોગવાઇ.

રાજયના ઓછી આવક ધરાવતા તેમજ આદિજાતિ, અનુસુચિત જાતીના પાત્રતા ધરાવતા અંદાજે ૪૬,રપ૦ પરિવારોને ઘર વપરાશનું વીજ જોડાણ આપવા રૂ. રપ કરોડની જોગવાઇ.

(4:38 pm IST)