Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજકોટમાં નવુ ચિલ્ડ્રન હોમ બનશે

બિનઅનામત વર્ગના છાત્રોને ભોજન માટે માસિક રૂ.૧૨૦૦ના બદલે ૧૫૦૦ સહાય

ગાંધીનગર, તા.૨૬: રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત પરિવારના મુખ્ય વ્યકિતનું કુદરતી કે આકસ્મિક અવસાન થાય તેવા સંજોગોમાં રૂ.૨૦,૦૦૦/ સહાય આપવામાં આવે છે. જેના માટે રૂ.૨૦ કરોડની જોગવાઇ.

- દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યકિતને સ્વરોજગારી માટેના સાધનો માટે રૂ.૨૦,૦૦૦ની મર્યાદામાં સહાય આપવા રૂ.૧૪ કરોડની જોગવાઇ.

- જૂનાગઢ ખાતે છોકરાઓ માટે અને રાજકોટ ખાતે છોકરાઓ તથા છોકરીઓ માટે ચિલ્ડ્રન હોમ્સના નવા મકાન બાંધકામ માટે રૂ.૬ કરોડની જોગવાઇ.ે

- ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકાયેલ શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ માટે ૨૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

- આ નિગમ દ્વારા હાલમાં છાત્રાલયમાં રહેતા જે વિદ્યાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂ.૧૨૦૦ સહાય આપવામાં આવે છે તે વધારી હવે રૂ.૧૫૦૦ આપવામાં આવશે.

-આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ.૨૬૭૫ કરોડની જોગવાઇ

- અમારી સરકાર આદિજાતિના સર્વાગી વિકાસ માટે પ્રતિબધ્ધ છે. સને ૨૦૦૭થી શરૂ કરવામાં આવેલ વનબંધુ કલ્યાણ યોજનાથી આદિજાતિ વિસ્તારના લોકોના જીવનમાં નોંધપાત્ર સુધારો થયેલ છે. આ યોજના હેઠળ રૂ.૧૪,૧૦૬ કરોડની જોગવાઇ.

(4:19 pm IST)