Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજકોટ કોલેજમાં MBBSની ૧૦૦ બેઠકો વધશે : દર ૧૦ હજારની વસ્તીએ એક શહેરી આરોગ્ય કેન્દ્ર

નિતિન પટેલની જાહેરાતઃ પોરબંદર, રાજપીપળા, નવસારીમા નવી મેડીકલ કોલેજ

ગાંધીનગર તા.ર૬ : રાજયમાં લોકપ્રિય થયેલ મુખ્યમંત્રી અમૃતમ્-મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત અંદાજે ૭૭ લાખ કુટુંબની નોંધણી થયેલ છે અને અત્યાર સુધી રૂ.૩૭૧૦ કરોડના ખર્ચે અંદાજે રપ લાખથી વધુ કલેઇમનો લાભાર્થીઓને લાભ આપેલ છે. જે માટેરૂ.૧૧૦પ કરોડની જોગવાઇ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટેરૂ. ૪પ૦ કરોડની જોગવાઇ.

શહેરી વિસ્તારના નાગરીકોને ઝડપી સારવાર મળી રહે સગર્ભા મહિલાઓની નિયમીત આરોગ્ય તપાસ થાય, જરૂરી માર્ગદર્શન અપાય, સમયસર જરૂરી પોષક આહાર અપાય, બાળકોનું સંપૂર્ણ રસીકરણ થાય અને ઇન્દ્રધનુષ કાર્યક્રમનો ૧૦૦ ટકા અમલ થાય તે માટે શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે. જેનો વ્યાપ વધારવા ૧૦,૦૦૦ ની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવાની હું જાહેરાત કરૂ છું આ અર્બન હેલ્થ સેન્ટરમાંં એમ.બી.બી.એસ.કે. આયુષ ડોકટર દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવામાં આવશે. આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે રૂ.૮૦ કરોડની જોગવાઇ.

કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવવા તેમજ એમ.બી.બી.એસ.ની હયાત સીટમાં વધારો કરવા ગુજરાતમાં આ વર્ષે ત્રણ નવી મેડિકલ કોલેજો નવસારી, રાજપીપળા અને પોરબંદર ખાતે શરૂ કરવાની મંજુરી આપી છે જેથી હવે રાજયમાં કુલ ૩ર મેડિકલ કોલેજો થશે. આ ત્રણેય શહેરોની હયાત સરકારી હોસ્પીટલોને મેડીકલ કોલેજ સમકક્ષ બનાવવા અને નવી કોલેજ, હોસ્ટેલ વગેરેના નિર્માણ માટે જોગવાઇ રૂ.૧રપ કરોઙ

પી.ડી.યુ.કોલેજ, રાજકોટ તથા મેડીકલ કોલેજ, ભાવનગર ખાતે એમ.બી.બી.એસ.ની ૧૦૦ અને અનુસ્નાતકની ૬૪ સીટનો વધારો કરવાના અનુષંગિક કામો માટે રૂ.૭૩ કરોડની જોગવાઇ.

એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે રૂ.૧૮૦ કરોડના ખર્ચે ૬૦૦ પથારીની નવી મેટરનીટી ચાઇલ્ડ હોસ્પીટલ બનાવવાની હું જાહેરાત કરૂ છું જેના માટે આ વર્ષે રૂ.પ૦ કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ પી.એચ.સી.ખાતે લોહીના નમુનાની નિઃશુલ્ક તપાસ માટે આધુનિક ઉપકરણો ઉપલબ્ધ કરાવવા માટેરૂ.૭ કરોડની જોગવાઇ.

(4:17 pm IST)