Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

નવી ૮૯૫ બસો મુકાશેઃ ૭ નવા બસ સ્ટેશનઃ અલંગ શીપનું આધુનિકરણ

ગાંધીનગર તા.ર૬ : વાહન અને લાયસન્સ સબંધીત મોટાભાગની સવાઓ ફેસલેસ કરેલ છે. કાચા લાયસન્સની કામગીરી ૩૬ આરટીઓ કચેરીની જગ્યાએ રર૧ આઇટીઆઇ અને ર૯ પોલીટેકનીક ખાતે શરૂ કરવામાં આવેલ છે. જેને લીધે નાગરીકોને વધુ સુવિધા પ્રાપ્ત થયેલ છે.

જાહેર પરિવહનને વધુ સુગમ અને સુલભ બનાવવા ૮૯પ નવી બસો સેવામાં મુકવામાં આવનાર છે.

આ બસ બીએસ૬ મોડલ આધાીરત હોઇ વાતાવરણને પ્રદુષણમુકત અને સ્વચ્છ રાખવામા મદદ મળશે જે માટે કુલ ર૪૦ કરોડની જોગવાઇ.

૭ નવા બસ સ્ટેશનનું બાંધકામ કરવા તેમજ હયાત જુના અને જર્જરિત ૯ બસ સ્ટેશન તોડી આનુષંગિક માળખાકીય સુવિધા ધરાવતા નવા બસ સ્ટેશન બનાવવા માટે રૂ.૩૦ કરોડની જોગવાઇ.

અલંગ શીપ રિસાયકલીંગ યાર્ડનું આધુનિકીકરણ કરવાનું આયોજન છે. જે માટે અંદાજિત રૂ.૭૧પ કરોડનું ખર્ચ થશે. આ પ્રોજેકટ અંતર્ગત હાલના ૭૦ શિપ રિસાયકલીંગ પ્લોટ અપગ્રેડ થશે અને ૧પ નવા પ્લોટ બનાવવામાં આવશે. જેનાથી મોટા પ્રમાણમાં રોજગારીનું નિર્માણ થશે.

(4:16 pm IST)