Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ખેતી પેદાશોના રક્ષણ માટે માર્કેટયાડોને ગોડાઉન બનાવવા માટે સહાયની જાહેરાત

ગાંધીનગર, તા.૨૬: ખેડૂતો ખેતપેદાશો વેચાણ માટે બજાર સમિતિઓમાં લાવે છે. અને ત્યાં જ આ ઉત્પાદનોની હરાજી, તોલાઇ વગેરે થાય છે. જયારે કમોસમી વરસાદ કરા પડે છે. અન્ય કુદરતી આફત સમયે ખુલ્લામાં પડેલ ખેતપેદાશોને મોટું નુકસાન થતું હોય છે. તેથી આવી ખેતપેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે.જ માટે જોગવાઇ રૂ.૫૦ કરોડ નાણામંત્રી શ્રી નીતિન પટેલ જાહેર કર્યા છે.

નબળી કે બંધ ખાંડ સહકારી મિલોના ખેડૂતોને રક્ષણ આપવા માટે આવી મિલો ફરી શરૂ કરવી જરૂરી છે. આથી આવી મિલો સાથે જોડાણ કરતી સદ્ધર સુગર મિલને સહાય આપવા માટે રૂ.૨૫ કરોડની જોગવાઇ. ભારત સરકારની યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯ના શેરડી પેમેન્ટ માટે ખાંડ સહકારી મંડળીઓએ પાંચ વર્ષની અવધિ માટે મેળવેલ સોફટ લોનનું વ્યાજ ભારત સરકાર દ્વારા એક વર્ષ માટે ચુકવવામાં આવનાર છેે. રાજ્ય સરકાર આ સોફટ લોન સામે ભરવાપાત્ર થતા વ્યાજના ૭% અથવા ખરેખર ચુકવવામાં આવનાર વ્યાજ આ બે માંથી જે ઓછું હોય તેટલી વ્યાજ સહાય વધુમાં વધુ ચાર વર્ષ સુધી આપશે. જે માટે રૂ.૨૩ કરોડની જોગવાઇ.

(4:18 pm IST)