Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સૌની યોજના માટે વધુ ૧૭૧૦ કરોડની યોજના સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૮ નાના વીજ મથકો

ગાંધીનગર, તા. ર૬ : જળસંપત્ત્િ। વિભાગની વિવિધ કામગીરી માટે ૨૭૨૨૦ કરોડની જોગવાઇ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આશીર્વાદ સાબિત થયેલ સૌની યોજનાના પ્રથમ અને બીજા તબક્કાની અત્યાર સુધી પૂર્ણ થયેલ કામગીરીથી ૩૨ જળાશયો , ૪૮ તળાવો અને ૧૮૧ કરતાં વધુ ચેકડેમોમાં નર્મદાના પાણી ભરવામાં આવેલ છે . સૌની યોજનાનાં ત્રીજા તબક્કાના ૨૪૦૩ કરોડનાં પાંચ પેકેજના કામો પ્રગતિ હેઠળ છે . સૌની યોજના માટે રૂ ૧૭૧૦ કરોડની જોગવાઇ.

 ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા તેમજ ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને ઉત્ત્।ેજન આપવા ભારત સરકારના સહયોગથી અટલ ભુજલ યોજના અમલમાં આવેલ છે . આ યોજના હેઠળ ઉત્ત્।ર ગુજરાત અને કચ્છ જિલ્લાના ૨૪ તાલુકાઓને પાંચ વર્ષના સમયગાળા માટે રૂ.૭૫૭ કરોડ ફાળવવાનું આયોજન કરેલ છે.

 ચેકડેમ, તળાવો નવા બનાવવા અને ઊંડા કરવા જેવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ.૩૬૬ કરોડની જોગવાઇ.

આદિજાતિ વિસ્તાર માટે કુલ જોગવાઈ રૂ.૧૧૪૨ કરોડ

 ઉકાઈ જળાશય આધારિત રૂ.૯૬૨ કરોડની સોનગઢ - ઉચ્છલ - નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂ.૨૫૦ કરોડની જોગવાઇ.

 કડાણા જળાશય આધારિત કડાણા - દાહોદ પાઇપ લાઇનનું કામ મહધ્અંશે પૂર્ણ થયેલા છે . આ પાઇપલાઇન આધારિત વધારાન ૭૪ તળાવો અને ૧૨ નદી - કાંસમાં પાણી આપવા માટે રૂ.૨૨૩ કરોડના ખર્ચનું આયોજન છે . જે માટે રૂ.૧૦૩ કરોડની જોગવાઇ.

 સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં,   તાપી - કરજણ લીંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂ.૯૨ કરોડની જોગવાઇ.

 રૂ.૨૧૫ કરોડની પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂ.૫૭ કરોડની જોગવાઈ.

 કરજણ જળાશય આધારિત રૂ.૪૧૮ કરોડ ખર્ચે પાઇપ લાઈન નાખવાની કામગીરી માટે ૨૮ કરોડની જોગવાઇ.

 નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની વાદ્યરેજ રીચાર્જ યોજના માટે રૂ.૨૫ કરોડની જોગવાઈ.

ભાડભૂત બેરેજ

જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભજળની ગુણવત્ત્।ા સુધારવા માટે ભાડભુત રજની કામગીરી શરૂ કરવા તથા કલ્પસર યોજનો અંતર્ગત અભ્યાસ પૂર્ણ કરવા માટે કુલ રૂ.૪૦૦ કરોડની જોગવાઈ.

સૂક્ષ્મ સિંચાઈ

ખેડૂતોની પ્રગતિશીલ વિચારસરણી અને સરકારના પ્રયત્નોથી અત્યાર સુધીમાં કુલ ૧૮.૭૪ લાખ હેકટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ યોજના અમલી કરી શકાઇ છે. રાજયના અંદાજિત ૧૧.૫૧ લાખ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઈ પદ્ઘતિ અપનાવીને પાણીના કરકસરયુકત ઉપયોગ દ્વારા ગુણવત્ત્।ાયુકત વધુ ઉત્પાદન મેળવેલ છે. આ યોજના માટે રૂ.૭૫૦ કરોડની જોગવાઈ.

 રાજયમાં માઇક્રો ઇરીગેશન સિસ્ટમનો વ્યાપ વધારવા માટે અને સિંચાઇનાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે જે ખેડૂત જૂથો હયાત કેનાલનાં માળખામાંથી પાણી મેળવી, માઇક્રો ઇરીગેશન સિસ્ટમ મારફતે સિંચાઇ કરશે તે ખેડૂત જૂથોને પ્રવર્તમાન પીયાવાના દરમાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે.

નર્મદા યોજના

ગુજરાતની સમૃદ્ઘિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી થયેલ વિવિધ લાભો અંગે આપણે સૌ માહિતગાર છીએ જ . આ યોજનાનો પૂર્ણ લાભ લેવા અને જરૂરી કામોને પૂર્ણ કરવા રૂ.૮૭૫૫ કરોડનું આયોજન છે . જેના અંતર્ગત મુખ્ય બંધના આનુષંગિક કામો , પુન ૅં વસન તથા પર્યાવરણીય કામગીરી , ગરુડેશ્વર વિયર , ગોરા બ્રિજના બાંધકામ, પાવર હાઉસોની જાળવણી, કેનાલ ઓટોમેશનની કામગીરી , પ્રપ્રશાખા નહેરો સુધીના કામો તેમજ જમીન સંપાદન જેવા કામો કરવામાં આવશે.

નર્મદા બંધ પરથી ચોમાસા દરમિયાન ઉપલબ્ધ થનાર વધારાના પાણી પૈકી , કચ્છને ૧ મિલીયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન છે . જે માટે કચ્છ શાખા નહેરની બાકીના કામો પૂર્ણ કરવા , દુધઇ પેટા શાખાના કામો અને તેની વિતરણ નહેરોના કામો હાથ ધરવા રૂ.૧૦૮૪ કરોડની જોગવાઇ.

 નર્મદા યોજનાના નહેર માળખાની મિયાગામ, વડોદરા , સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા ના ઉપર કુલ ૧૮ સ્થળોએ નાના વીજ મથકો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ પૈકી ૮ વીજ મથક કાર્યરત થયેલ છે . બધા જ વીજ મથકો કાર્યરત થતાં કુલ બા ઉત્પાદન આશરે ૮૬ મેગાવોટ થશે . જે માટે રૂ.૯૦ કરોડની જોગવાઇ.

(4:20 pm IST)