Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પ્રાથમિક શાળાઓમાં નવા ૭૦૦૦ ઓરડા બનાવાશે, વર્ચયુલ કલાસ માટે જ્ઞાનકુંજઃ કોલેજના છાત્રોને ટેબલેટ

ગાંધીનગર તા. ર૬ :.. પ્રાથમિક શાળાઓના નવા ૭,૦૦૦ વર્ગખંડોનું બાંધકામ હાથ ધરવામાં આવશે જે માટે રૂ. ૬પ૦ કરોડની જોગવાઇ.

શાળાકીય શિક્ષણમાં ગુણવતા સુધારણા અને યોજનાઓના ઓનલાઇન રિયલ ટાઇમ મોનીટરીંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ સુદઢ બનાવવામાં આવશે. જે માટે રૂ. ૧૮૮ કરોડની જોગવાઇ.

શાળાની શૈક્ષણીક કામગીરી અને માળખાકીય સુવિધાઓના મુલ્યાંકન માટે ગુજરાત સ્કુલ કવોલીટી એક્રેડીટેશન કાઉન્સીલ માટે રૂ. પ કરોડની જોગવાઇ.

ધોરણ ૧ થ ૮ ના આશરે ૪૩ લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે રૂ. ૯૮૦ કરોડની જોગવાઇ.

સાત જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓના ૪૦૪ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચન શેડ બનાવવા રૂ. ૧૦ કરોડની જોગવાઇ જેનાથી અંદાજે પપ હજા બાળકોને લાભ થશે.

રાઇટ ટૂ એજયુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતાં અંદાજે ૪ લાખ રર હજાર વિદ્યાર્થીઓની ફી, યુનિફોર્મ, સ્કુલ બેગ વગેરે માટે સહાય આપવા કુલ રૂ. પપ૦ કોડની જોગવાઇ.

પ્રાથમિક શાળાના ૧પ,૦૦૦ વર્ગ ખંડોમાં અંદાજીત ૬ લાખ બાળકોને ઉપયોગી થાય તેવા વર્ચુઅલ કલાસરૂમ અને જ્ઞાનકુંજ સવલત ઉભી કરવા રૂ. ૧રપ કરોડની જોગવાઇ રાજયના અંતરિયાળ વિસ્તારોમાં ર૪૦ કસ્તુરબા ગાંધી વિદ્યાલય રેસીડેન્સીય હોસ્ટેલ કમ સ્કુલોમાં અભ્યાસ કરતી રર,૦૦૦ કન્યાઓ માટે વિનામુલ્યે રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે રૂ. ૮પ કરોડની જોગવાઇ.

ઘરથી સ્કુલનું અંતર એક કિલો મીટરથી વધુ હોય તેવી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૧,પ૦,૦૦૦ કરતા વધુ બાળકોના પરિવહન માટે રૂ. ૬૬ કરોડની જોગવાઇ.

સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આશરે ૧,રર,૪પ૦ દિવ્યાંગ બાળકો માટે દૃશ્ય શ્રાવ્ય સાધનો પૂરા પાડવા રૂ. પ૦ કરોડની જોગવાઇ.

ઉચ્ચ શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણ

કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના અંતર્ગત  ટેબલેટ આપવા રૂ. ર૦૦ કરોડની જોગવાઇ.

ટેકનીકલ શિક્ષણ હસ્તકની સંસ્થાઓમાં બાંધકામ તેમજ મરામત માટે રૂ. ૧પપ કરોડની જોગવાઇ.

સરકારી યુનિવર્સિટીઓના નવા બાંધકામ તથા સરકારી કોલેજોના ભવનોના બાંધકામ માટે રૂ. ર૪૬ કરોડની જોગવાઇ.

(4:12 pm IST)