Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

વિદેશમાં વસતા ગુજરાતી યુવાનો માટે સરકારની ‘ગુજરાતને જાણો' યોજના

ગાંધીનગર તા. ર૬ :.. ગુજરાતને જાણો નામની નવી યોજનાની હું જાહેરાત કરૂ છું. જે અંતર્ગત વિદેશમાં વસતા ગુજરાતી યુવાનો રાજયની મુલાકાતે આવતા રહે તે માટે અલગ અલગ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. જેનાથી તેઓ આપણી માતૃભાષા, સંસ્‍કૃતિ અને ભવ્‍ય વારસાના પરિચયમાં રહે તેમ શ્રી નીતીન પટેલે જાહેર કર્યુ છે.

વિકેન્‍દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ. ટી. વી. ટી. અને અન્‍ય યોજનાઓ હેઠળ સ્‍થાનીક જરૂરીયાતના વિકાસના કામો માટે રૂા. ૧૩૦૮ કરોડની જોગવાઇ.

રાજયના નાગરીકોની વ્‍યકિતલક્ષી રજૂઆતોનો સ્‍થળ પર જ નિકાલ થાય તે માટે શરૂ કરેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત અંદાજે ર કરોડ સેવાઓ નાગરીકોને સ્‍થળ ઉપર જ પુરી પાડવામાં આવી છે.

(4:06 pm IST)