Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

વૃદ્ધાશ્રમો અને દિવ્‍યાંગોને સહાય હવે બમણી

વૃદ્ધાશ્રમોને માસિક રૂા.૧પ૦૦ ના બદલે ર૧૬૦ અપાશેઃ ૮૦ ટકાથી વધુ દિવ્‍યાંગતા હોય તો ૧૦૦૦ ની સહાય

ગાંધીનગર તા. ર૬ : સમુહ લગ્નોને પ્રોત્‍સાહન મળે તેમાટે સાત ફેરા સમુહ લગ્ન યોજના અમલમાં છે આ યોજના હેઠળ અનુસુચિત જાતી તથા વિકસતી જાતિની સંસ્‍થાઓને રપ યુગલની મર્યાદામાં યુગલદીઠ રૂ.ર૦૦૦ તથા યુગલોને રૂ.૧૦.૦૦૦ આપવામાં આવે છે તેના બદલે હવે સંસ્‍થાઓને યુગલદીઠ રૂ.૩૦૦૦ તથા યુગલોને રૂ.૧ર.૦૦૦ સહાય આપવામાં આવશે જે માટે કુલ રૂ. ૯ કરોડની જોગવાઇ.

ડો. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન યોજના અંતર્ગત ૧૦૦૦ યુગલોને સહાય આપવા માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ.

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાય આવાસ અંતર્ગત વિકસતી જાતિના ૧૬,૮૩૦ લાભાર્થીઓને તથા આંબેડકર આવાસ યોજના અંતર્ગત અનુસુચિત જાતીના ર૯૦૦ લાભાર્થીઓને મકાન બાંધવા પ્રતિ લાભાર્થી રૂ.૧.ર૦ લાખ સુધીની સહાય આપવા રૂા.૧૪ર કરોડની જોગવાઇ.

અનુસુચિત જાતિ અને વિકસતી જાતિના વિકાસ માટે કાર્યરત કુલ ૮ નિગમોને રાજય સરકારના ફંડમાંથી સીધા ધિરાણ માટે લોન આપવા માટેરૂા.૧૦૦ કરોડની જોગવાઇ.

બોટાદ ખાતે ડો. આંબેડકર ભવન બાંધવા રૂ. ર કરોડની જોગવાઇ.

લઘુમતી સમુદાયના વિકાસ માટે પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ, આરોગ્‍ય અને કોશલ્‍ય વિકાસ માટે લઘુમતી વિસ્‍તારોમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવા રૂા.પ૦ કરોડની જોગવાઇ.

સમાજ સુરક્ષા

રાષ્‍ટ્રીય વૃદ્ધ પેન્‍શન યોજના હેઠળ આઠ લાખ લાભાર્થીઓ માટે કુલ રૂ.૭પ૩ કરોડની જોગવાઇ.

વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્‍ટ માસિક રૂ.૧પ૦૦ થી વધારી રૂ. ર૧૬૦ કરવામાં આવશે.

નિરાધાર વૃદ્ધ પેન્‍શન યોજના અંતર્ગત અત્‍યારે મસિક રૂ. ૭પ૦ ની સહાય આપવામાં આવે છે. જેમાં હવે ૭પ વર્ષ કે તેથી વધુ વયના નિરાધાર વૃદ્ધોને માસિક રૂ.૧૦૦૦ પેન્‍શન આપવામાં આવશે. જે માટે કુલ રૂ. ૧૧૭ કરોડની જોગવાઇ.

હાલમાં ૮૦ ટકા કે તેથી વધુ માનસિક દિવ્‍યાંગતા ધરાવતા વ્‍યકિતઓને માસિક રૂ.૬૦૦ સહાય આપવામાં આવે છે. જેમાં વધારો કરી રૂા.૧૦૦૦ની સહાય આપવામાં આવશે.પાલક માતા-પિતા યોજના અંતર્ગત ૧૮ર૦૦ લાભાર્થીઓ માટેરૂ.પ૦ કરોડની જોગવાઇ.

(4:05 pm IST)