Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ખેડૂતોને વગર વ્‍યાજે લોનઃ ગાય આધારિત ખેતી માટે નવી યોજના

ખેડૂતને ગાય દિઠ માસિક રૂા. ૯૦૦ નિભાવ ખર્ચ અપાશેઃ મુખ્‍યમંત્રી પાક સંગ્રહ યોજના જાહેર

ગાંધીનગર તા. ર૬ :.. રાજયના ખેડૂતો સહકારી તેમજ રાષ્‍ટ્રીયકૃત બેન્‍ક મારફત દર વર્ષે આશરે રૂા. ૩૯,૦૦૦ કરોડનું ટૂંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે. જેનું સંપૂર્ણ વ્‍યાજ રાજય અને કેન્‍દ્ર સરકાર દ્વારા બેન્‍કને ચુકવવામાં આવે છે. આમ, ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્‍યાજ દરે એટલે  કે વ્‍યાજ રહિત પાક ધિરાણ મળે છે. જે માટે જાહેર રૂા. ૧૦૦૦ કરોડની જોગવાઇ તેમ નાયબ મુખ્‍યમંત્રી શ્રી નિતીન પટેલે જાહેર કર્યુ છે.

રાજય સરકારની ભલામણ ધ્‍યાને લઇ ભારત સરકારે પાક વિમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની જાહેરાત કરેલ છે. પરંતુ જે ખેડૂતો પાક વિમો લેવા ઇચ્‍છતા હશે તેમને મદદ કરવા પાક વિમાનું પ્રીમીયમ ભરવા રૂા. ૧૧૯૦ કરોડની જોગવાઇ.

રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેકટ માટે રૂા. ૩૦૦ કરોડની જોગવાઇ.

કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્‍ટિ,  જીવજંતુનો ઉપદ્રવ અને અન્‍ય પરિબળોથી પાક ઉત્‍પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન-ઓન ફાર્મ સ્‍ટોરેજ સ્‍ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ રૂા. ૩૦,૦૦૦ સહાય આપવામાં આવશે. આવા સ્‍ટ્રકચરના બાંધકામ માટે એન. એ. ની મંજૂરીથી મુકિત આપવામાં આવશે. જેના માટે રૂા. ૩૦૦ કરોડની જોગવાઇ.

કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ર૯,૦૦૦ ખેડૂતોને ટ્રેકટર દીઠ રૂા. ૪પ,૦૦૦ થી ૬૦,૦૦૦ ની સહાય તેમજ આશરે ૩ર,૦૦૦ ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂા. ર૩પ કરોડની જોગવાઇ.

વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયાણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્‍પાદનોની માંગ વધી છે. અમે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્‍સાહન આપવાની યોજનાઓ અમલમાં મુકી છે. હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજનાની હું જાહેરાત કરૂ છું. આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક રૂા. ૯૦૦ એટલે કે વાર્ષિક રૂા. ૧૦,૮૦૦ સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણીયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે, લોકોને સ્‍વાસ્‍થ્‍યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે પ૦ હજાર ખેડૂતોને આવરી લેવા માટે રૂા. પ૦ કરોડની જોગવાઇ.

(4:21 pm IST)