Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પ૦૦ સ્‍કુલ ઓફ એકસલન્‍સ વિકસાવાશેઃ ડીફેન્‍સ કોર્ષ શરૂ કરાશે

યુનિવર્સિટી ખાતે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે શોધ યોજનાઃ સ્‍ટડી ઇન ગુજરાત માટે ૧૦ કરોડ

ગાંધીનગર, તા., ર૬: મહાત્‍મા ગાંધીજીએ કહયું છે કે કેળવણી એટલે બાળકના શરીર મન અને આત્‍માના ઉતમાંશોનું આવિષ્‍કરણ વર્ગખંડોમાં ઘડાઇ રહેલ ભારતના ભાવીને ઉજ્જવળ બનાવવા અમારી સરકારે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. સરકારી શાળાઓમાં ગુણવતાયુકત શિક્ષણ સુનિતિ કરવા સ્‍કુલ ઓફ એકસલન્‍સ યોજનાની જાહેરાત કરૂ છું જે અંતર્ગત ઉત્‍કૃષ્‍ટ શાળાઓ બનાવી શ્રેષ્‍ઠ ગુણવતાયુકત શિક્ષણ સુનિતિ કરાશે.

રાજયની શાળાઓ પૈકી પ૦૦ શાળાઓને સ્‍કુલ ઓફ એકસલન્‍સ તરીકે વિકસાવવામાં આવશે. તાલુકાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને આ સ્‍કુલમાં વિષય નિષ્‍ણાંત શિક્ષકો દ્વારા ઉતમ શિક્ષણ આપવામાં આવશે. આવી શાળાઓમાં તમામ અદ્યતન માળખાકીય સુવિધાઓ, સ્‍માર્ટ કલાસરૂમ, કોમ્‍પ્‍યુટર લેબ, સ્‍ટેમ લેબ અને રમતગમતની સુવિધાઓ પુરી પાડવા માટે રૂા. રપ૦ કરોડની જોગવાઇ.

યુનિવર્સિટી ખાતે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત રૂા. ર૦ કરોડની જોગવાઇ.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી લેકાવાડા, ગાંધીનગર ખાતે વિવિધ ભવનોના બાંધકામ માટે રૂા. ૭પ કરોડની જોગવાઇ.

ટેકનિકલ શિક્ષણ હેઠળની સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિકોમાં લેબોરેટરીના સાધનો, પુસ્‍તકો, જરૂરી ભૌતિક સંશાધનો વસાવવા તેમજ બાંધકામ અને મરામત માટે રૂા. પ૯ કરોડની જોગવાઇ.

સ્‍ટડી ઇન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત, રાજયની શૈક્ષણિક સંસ્‍થાઓનો રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ વ્‍યાપ વધારવા રૂા. ૧૦ કરોડની જોગવાઇ.

અમારી સરકારી વિદ્યાર્થીઓને અત્‍યાધુનિક શિક્ષણ આપા માટે સદા અગ્રેસર રહી છે. એ દિશામાં આગળ વધતા ગુજરાત યુનિવર્સિટી ખાતે ડીઆર.ડી.ઓ. સાથે એમઓયુ કરી સ્‍કુલ ઓફ ડિફેન્‍સ સ્‍ટડીઝ શરૂ કરવા માટે રૂા. ૭ કરોડની જોગવાઇ.

આઇ.આઇ.ટીમ રામ ખાતે ડી.આર.ડી.ઓ.ના સહયોગથી ડિપાર્ટમેન્‍ટ ઓફ એડવાન્‍સ ડિફેન્‍સ ટેકનોલોજીના અભ્‍યાસક્રમ શરૂ કરવા માટે રૂા. ૧ર કરોડની જોગવાઇ.

ડિજિટલ એજયુકશન ડેવલપમેન્‍ટ ફંડ અંતર્ગત કુલ રર૧ ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ સંસ્‍થાઓમાં ડિઝિટલ ટેકનોલોજી અંગેની પ્રવૃતિઓ હાથ ધરવા રૂા. ૩૦ કરોડની જોગવાઇ.

સ્‍ટુડન્‍ટ સ્‍ટાર્ટઅપ એન્‍ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત અંદાજે ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે રૂા. ર૦ કરોડની જોગવાઇ.

મુખ્‍યમંત્રી યુવા- સ્‍વાવલંબન યોજના

અમે પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચ શિક્ષણ મેળવતા લાખો વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી મુખ્‍યમંત્રી યુવા સ્‍વાવલંબન યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ જાતિ-જ્ઞાતિના ભેદભાવ વિના વાલીની આવક મર્યાદા ધ્‍યાને લીધા સિવાય પ્રાથમિક અને માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓને પુસ્‍તકો તથા ગણવેશ વિનામૂલ્‍યે પુરા પાડવામાં આવે છે. ઉપરાંત, ટયુશન ફી, ભોજનાલય અને છાત્રાલય જેવી સુવિધાઓ માટે સહાય આપવામાં આવે છે. જે માટે કુલ રૂા. ૯૩પ કરોડની જોગવાઇ.

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ માટે રૂા. ૧૧,ર૪૩ કરોડની જોગવાઇ

પહેલું સુખ તે જાતે નર્યા, રાજયના નાગરિકોના સ્‍વાસ્‍થ્‍યની કાળજી રાખવા અમે આરોગ્‍ય વિષયક સુવિધાઓની વિશાળ શૃંખલા ઉભી કરી છે. જેના મારફતે જરૂરીયાતમંદ દરેક નાગરિકને ગુણવતાયુકત આરોગ્‍ય વિષયક સેવાઓ ઝડપી અને નજીવા દરે મળે છે.

(4:02 pm IST)