Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

બાંધકામ શ્રમિકોને બસમાં કામના સ્‍થળે જવા માટે મુસાફરી ખર્ચ મળશે

ગુજરાત કૌશલ્‍ય વિકાસ નિગમ સ્‍થપાશેઃ યુવાનોને તાલીમ : અન્‍નાપૂર્ણા યોજનાનો યુ-વીન કાર્ડ ધારકોને પણ લાભઃ બાંધકામ શ્રમિકના પત્‍નીને પ્રસુતિ સહાય

ગાંધીનગર તા. ર૬: યુવાનોને રોજગાર માટે તાલીમબદ્ધ કરવા ભારત સરકાર દ્વારા સ્‍ટ્રાઇવ પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટમાં રાજયની કુલ ૩૦ ઔદ્યોગિક તાલીમ સંસ્‍થાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ માટે રૂ. ૩૩ કરોડની જોગવાઇ તેમ નીતિન પટેલે બજેટમાં જણાવ્‍યું હતું.

નેશનલ સ્‍કીલ ડેવલપમેન્‍ટ કોર્પોરેશનના ધોરણે રાજયમાં સ્‍કીલ ઇકો સિસ્‍ટમને મજબૂત કરવા ગુજરાત સ્‍કીલ ડેવલપમેન્‍ટ કોર્પોરેશનની સ્‍થાપના માટે રૂ. ૩૦ કરોડનું મુડી રોકાણ કરવામાં આવશે.

આઇ.ટી.આઇ. નવા મકાનો, વર્કશોપ, થીયરીરૂમ અને સ્‍ટાફ કવાર્ટર્સ બનાવવા તેમજ તેને આધુનિક સાધનોથી સુસજ્જ કરવા જેવી માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે રૂ. ર૩૬ કરોડની જોગવાઇ.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે ૧,ર૦,૦૦૦/- બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્‍થળે સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવામાં આવશે. જેના કારણે કામદારોને મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે અને તેમની આવકમાં વધારો થશે. આ સહાય આપવા માટે રૂ. પ૦ કરોડની જોગવાઇ.

શ્રમિક અન્‍નપૂર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ કામદાર શ્રમિકોને માત્ર રૂ. ૧૦ માં બપોરના ભોજનનો લાભ આપવામાં આવે છે. હવે યુ-વીન કાર્ડ ધારકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. જે માટે કુલ રૂ. ૩પ કરોડની જોગવાઇ.

ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને આરોગ્‍ય વિષયક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વધુ ૧૬ આરોગ્‍ય રથની સુવિધા પૂરી પાડવા રૂ. રપ કરોડની જોગવાઇ.

બાંધકામ શ્રમિકના પત્‍ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને હાલમાં પ્રસૂતિ સહાય પેટે રૂ. ૭પ૦૦ની સહાય આપવામાં આવે છે. તેને ઉદાર બનાવતા હવે મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્‍થા દરમિયાનના છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ, એમ કુલ ચાર માસ સુધી માસિક રૂ. પ,૦૦૦ની સહાય આપવામાં આવશે. આમ, મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસુતિ સહાય પેટે કુલ રૂા. ર૭,પ૦૦ આપવામાં આવશે. જે માટે કુલ રૂ. ૬ કરોડની જોગવાઇ.

બાંધકામ શ્રમિકોને઼ હાઉસીંગ સબસિડી યોજના હેઠળ બેન્‍કમાંથી લીધ઼ેલ લોન ઉપર પાંચ વર્ષ સુધી, પ્રતિ વર્ષ રૂપિયા વીસ હજારની વ્‍યાજ સહાય આપવામાં આવશે

(4:01 pm IST)