Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ખેડૂત જુથોને પીયાવાના દરમાં પ૦ ટકા રાહત

ગાંધીનગર તા. ર૬: ખેડૂતોની પ્રગતિશીલ વિચારસરણી અને સરકારના પ્રયત્‍નોથી અત્‍યાર સુધીમાં કુલ ૧૮.૭૪ લાખ હેકટર વિસ્‍તારમાં સૂક્ષ્મ સિંચાઇ યોજના અમલી કરી શકાઇ છે. રાજયના અંદાજિત ૧૧.પ૧ લાખ ખેડૂતોએ સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ અપનાવીને પાણીના કરકસરયુકત ઉપયોગ દ્વારા ગુણવત્તાયુકત વધુ ઉત્‍પાદન મેળવેલ છે. આ યોજના માટે રૂ. ૭પ૦ કરોડની જોગવાઇ.

રાજયમાં માઇક્રો ઇરીગેશન સિસ્‍ટમનો વ્‍યાપ વધારવા માટે અને સિંચાઇનાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે જે ખેડૂત જૂથો હયાત કેનાલનાં માળખામાંથી પાણી મેળવી, માઇક્રો ઇરીગેશન સિસ્‍ટમ મારફતે સિંચાઇ કરશે તે ખેડૂત જૂથોને પ્રવર્તમાન પીયાવાના દરમાં પ૦ ટકા રાહત આપવામાં આવશે.

નર્મદા યોજના

ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્‍ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી થયેલ વિવિધ લાભો અંગે આપણે સૌ માહિતગાર છીએ જ. આ યોજનાનો પૂર્ણ લાભ લેવા અને જરૂરી કામોને પૂર્ણ કરવા રૂ. ૮૭પપ કરોડનું આયોજન છે. જેના અંતર્ગત મુખ્‍ય બંધના આનુષંગિક કામો, પુનઃ વસન તથા પર્યાવરણીય કામગીરી, ગરુડેશ્‍વર વિયર, ગોરા બ્રિજના બાંધકામ, પાવર હાઉસોની જાળવણી, કેનાલ ઓટોમેશનની કામગીરી, પ્રપ્રશાખાના નહરો સુધીના કામો તેમજ જમીન સંપાદન જેવા કામો કરવામાં આવશે.

નર્મદા બંધ પરથી ચોમાસા દરમિયાન ઉપલબ્‍ધ થનાર વધારાના પાણી પૈકી, કચ્‍છને ૧ મિલીયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન છે. જે માટે કચ્‍છ શાખા નહેરના બાકીના કામો પૂર્ણ કરવા, દુબઇ પેટા શાખાના કામો અને તેની વિતરણ નહેરોના કામો હાથ ધરવા રૂ. ૧૦૮૪ કરોડની જોગવાઇ.

નર્મદા યોજનાના નહેર માળખાની મિયાગામ, વડોદરા, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ શાખા નહેરો ઉપર કુલ ૧૮ સ્‍થળોએ નાના વીજ મથકો બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે પૈકી ૮ વીજ મથક કાર્યરત થયેલ છે. બધા જ વીજ મથકો કાર્યરત થતાં કુલ વીજ ઉત્‍પાદન આશરે ૮૬ મેગાવોટ થશે. જે માટે રૂ. ૯૦ કરોડની જોગવાઇ.

(4:00 pm IST)