Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

બજેટ હાઈલાઈટ્સ

ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલની બજેટ સ્પીચ

* ૧૦૮ સેવા માટે ૧૫૦ નવી એમ્બ્ય્લુન્સ ખરીદાશે

*    શહેરી વિસ્તારોમાં ૧૦,૦૦૦દ્ગક વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરાશે

*    મા યોજના માટે ૧૧૦૫ કરોડ, આયુષ્યમાન યોજના માટે ૪૫૦ કરોડની ફાળવણી

*    આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૧૧,૨૪૩ કરોડની જોગવાઈ

*    માઈક્રો ઈરીગેશનથી સિંચાઈ કરશે તે ખેડૂત જૂથોને પીયાવાના દરમાં ૫૦્રુ રાહત

*    કલ્પસર યોજના અંતર્ગત અભ્યાસો પૂર્ણ કરવા ૪૦૦ કરોડની જોગવાઈ

*    સુક્ષ્મ સિંચાઈ યોજના માટે ૭૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ

*    ટ્રાફિક સમસ્યા હળવી કરવા ૫૦૦ કરોડની જોગવાઈ

*    પીવાના પાણી માટે નગરપાલિકાઓને ૫૦૦ કરોડની જોગવાઈ

*    કૃષિ યુનિવર્સિીટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સદ્યન બનાવવા કુલ ૭૫૦ કરોડની જોગવાઈ

*    સાત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના ૪૦૪ મધ્યાહન ભોજન કેન્દ્રોમાંઙ્ગ કિચન શેડ બનાનવા ૧૦ કરોડની જોગવાઈ

*    આદિજાતિ વિસ્તારના વિકાસ માટે ૧૧૪૨ કરોડ રૂપિયાની જોગવાઈ

*    સૌની યોજના માટે ૧૭૧૦ કરોડની જોગવાઈ

*    અટલ ભૂજલ યોજના માટે ઉત્ત્।ર ગુજરાત અને કચ્છના ૨૪ તાલુકાઓને પાંચ વર્ષ માટે ૭૫૭ કરોડની જોગવાઈ.

*    સુરત મેટ્રો પ્રોજેકટ અને અમદાવાદ મેટ્રો પ્રોજેકટ માટે રૂ.૪૦૬ કરોડ ફાળવાયા

*    નવસારી,રાજપીપળા, પોરબંદરમાં ૩ નવી મેડિકલ કોલેજ બનાવવા માટે ૧૨૫ કરોડની જોગવાઇ

*    સ્કૂલોના ૭૦૦૦ નવાઙ્ગકલાસરૂમ બનાવાશે

*    સ્માર્ટ ટાઉન બનાવવા રૂ.૪૫૪૪ કરોડની જોગવાઇ

*    શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે ૧૩, ૪૪૦ કરોડની જોગવાઈ

*    મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના માટે ૧૧૦૫ કરોડની જોગવાઈ

*    નિર્ભયા ફંડ અંતર્ગત મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેકટ ૬૩ કરોડની જોગવાઈ.

*    પોલીસ આવાસ માટે ૨૮૮ કરોડની જોગવાઈ.

*    પોલીસ વિભાગમાં નવી ૧૧ હજારની ભરતી કરાશે

*    ગૃહ વિભાગ માટે ૧૧૪૨ કરોડની જોગવાઇ

*    આદિજાતિ વિસ્તારના વિકાસ માટે ૧૧૪૨ કરોડ ની જોગવાઇ

*    કડાણા દાહોદ પાઇપ લાઇન મોટા ભાગે પૂર્ણ થવા આવ્યું છે, વધારાની લાઇન લંબાવાશે જે માટે ૧૦૩ કરોડની જોગવાઇ

*    બનાસકાંઠામાં થરાદથી સીપુ ડેમ સુધી પાઇપ લાઇન નાંખવા ૨૨૫ કરોડની જોગવાઇ

*    ઉકાઇ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર સિંચાઇ યોજના માટે ૨૫૦ કરોડ રૂપિયાની જોગવાઇ

*    ગાંધીનગરમાં નવી પોલીસ કમિશનર કચેરી બનશે, ગાંધીનગરને હવે પોલીસ કમિશનરની નવી પોસ્ટ મળશે

*    અલંગ શીપ રિસાકિલંગ યાર્ડનું આધુનિકીકરણ કરવા રૂ.૭૧૫ કરોડની ફાળવણી

*    હિંમતનગર નજીક રાજપુર ખાતે નવી વેટરનરી કોલેજ બનાવાશે

*    મિલો સાથે જોડાણ કરતી સદ્ઘર સુગર મિલને સહાય આપવા માટે ૨૫ કરોડની જોગવાઈ

*    ખેત ઉત્પાદનોને રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા સહાય માટે ૧૦ કરોડની જોગવાઈ

*    એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે ૩૪ કરોડની જોગવાઈ

*    દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલના હાલોલમા સ્થાપવા ૧૨ કરોડની જોગવાઈ

*    કલાઈમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા ગ્રીન બજેટ હેઠળ ફળવાયા ૫૯૨૨ કરોડ

*    બંદરો અને વાહન વ્યવહાર માટે ૧૩૯૭ કરોડની જોગવાઈ

*    જાહેર પરિવહન માટે ૮૯૫ નવી બસોની ખરીદી માટે રૂ.૨૪૦ કરોડની ફાળવણી

*    ૭ નવા બસ સ્ટેશનો માટે ૩૦ કરોડની જોગવાઈ

*    શહેરી વિકાસ માટે ૧૩,૪૪૦ કરોડની જોગવાઈ

*    સૌની યોજના માટે ૧૭૧૦ કરોડ

*    માનવ કલ્યાણ યોજના અંતર્ગત નાના અને નબળા વર્ગ માટે રૂ. ૪૮ કરોડની ફાળવણી

*    પાંજરાપોળોના વિકાસ માટે ૧૦૦ કરોડની જોગવાઇઙ્ગ

*    ૨૪ કલાક વીજળી, સિંચાઈ, સિંચાઈની સુવિધા, શાળા કોલેજ આપ્યા

*    ગુજરાત વિકાલનું રોલ મોડલ બન્યું છે

*    હું કવિ નથી તેમ છતાં કવિતા રજૂ કરું છું. આ કવિતા અમારા નાણાવિભાગના અધિકારીઓ સાથે તૈયાર કરી છે. કામ કરતાં આવ્યા છીએ, કામ કરતાં રહીશું, ધન્ય ધરા ગુજરાતની અમે ચૂમતાં રહીશું. ઋણી છીએ ઋણ ચૂકવતાં રહીશું.

*    કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ એક વર્ષમાં ખેડૂતોને ૩૮૧૬ કરોડ રૂપિયા આપ્યા

*    ખેડૂતો માટે ૩૭૯૫ કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું

*    આખા ગુજરાતમાંથી ચેકપોસ્ટની નાબૂદી કરી.

*    કેન્દ્ર અને રાજય સરકાર ખેડૂતોની પડખે છે અને સદાય રહેશે. દેશના કુલ મૂડી રોકાણના ૫૧ ટકા એમઓયુ ગુજરાતને પ્રાપ્ત થયા છે

*    ૪૦ લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.પ્રતિદિન ૧૫ હજાર લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા મૈયાના દર્શન કરે છે. આગ્રાના તાજમહેલ અને ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા વધારે.

*    અંદાજપત્રની વિશેષ યોજનાઓ

- ગિફ્ટ સિટીમાં સોનાની લે વેચ કરવા માટે બુલિયન એકસચેન્જ શરૂ કરવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી.

*    ૨,૧૭,૨૮૭ કરોડનું ગુજરાતનું બજેટ

*    ખેડૂતોને ૦્રુ વ્યાજે લોન આપવા માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ

*    કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં ૭૪૨૩ કરોડની જોગવાઈ

*    શિક્ષણ વિભાગ માટે કુલ ૩૧,૯૫૫ કરોડની જોગવાઇ

*    ગુણવત્ત્।ાયુકત શિક્ષણ માટે સ્કૂલ ઓફ એકસલન્સ યોજના, ૫૦૦ શાળાઓને સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે વિકસાવાશે. શાળાઓમાં સુવિધાઓ માટે ૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

*    વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા ૨૦૦ કરોડની જોગવાઇ

*    સ્કુલ ઓફ ડિફેન્સ સ્ટડી શરુ કરવા ૭ કરોડ -પ્રાથમિક શાળામાં ૭ હજાર નવા વર્ગખંડો બનાવવા ૬૫૦ કરોડ

*    ૮૦ ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યકિતઓને માસિક રૂ.૬૦૦ની જગ્યાએ રૂ.૧૦૦૦ની સહાય ચૂકવાશે

*    ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે સહાય કરવા ૩૦૦ કરોડની ફાળવણી. ખેતરમાં જ નાનું ગોડાઉન કે કોલ્ડ સ્ટોરેજ બનાવવા ૩૦,૦૦૦ રુપિયાની મદદ મળશે. ખેતરની જમીનમાં ગોડાઉન બનાવવા માટે ફખ્ નહીં કરાવવું પડે.

*    માર્ગ મકાન વિભાગ માટે ૧૦૨૦૦ કરોડ ની જોગવાઈ

*    ગાયના લાભાર્થી પશુપાલકોને મહિને ૯૦૦ રૂપિયા સહાય અપાશે

*    એક ગાય દીઠ વાર્ષિક૧૦,૮૦૦ રુપિયા આપવામાં આવશે

*    મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે ૩૦૦ કરોડની જાહેરાત

*    એનએ કર્યા વગર ખેડૂતો ગોડાઉન બનાવી શકશે

બજેટ પહેલાં પ્રશ્નોતરીકાળ

નીતિન પટેલ બજેટ રજૂ કરે તે પહેલાં વિધાનસભામાં એક કલાકનો પ્રશ્નોતરીકાળ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસે ખેડૂતોના નુકસાનની સહાય સહિત વિવિધ પ્રશ્નો પુછ્યા હતા. તો ખેડૂતોની આત્મહત્યા અંગેનો સવાલ પણ વિધાનસભામાં પુછવામાં આવ્યો હતો. વિવિધ પ્રશ્નોનાં સરકારે જવાબ આપ્યા હતા.

પ્રશ્નોતરીકાળ દરમિયાન ખેડૂતોનાં નુકસાન અંગે કોંગ્રેસનો ધારદાર સવાલ

પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કૃષિમંત્રીને ૨૦૧૯ના કમોસમી વરસાદને કારણે થયેલા ખેતીના પાકોમાં થયેલા નુકસાન અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રૂ.૨૫ હજાર કરોડની નુકસાની સામે રૂ.૧૨૨૯ કરોડની જ સહાય ચૂકવી હોવાનો ખુલાસો થયો હતો.

ખેડૂતોની આત્મહત્યાના આંકડા જાહેર કર્યાં

તો પ્રશ્નોતરીકાળ દરમિયાન રાજયમાં ખેડૂતોના આપદ્યાતના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્ગારકામાં ૨ વર્ષમાં ૪ ખેડૂતોનો આપદ્યાત, જૂનાગઢમાં ૨ વર્ષમાં ૩ ખેડૂતનો આપદ્યાત, પોરબંદરમાં ૧, સાબરકાંઠામાં ૧ ખેડૂતનો આપદ્યાત જયારે સુરેન્દ્રનગર અને અમરેલીમાં ૨ ખેડૂતોએ આપદ્યાત કર્યો હોવાનું સરકારે જાહેર કર્યું હતું.

સતત ખોટમાં ચાલતું રાજયનું વાહન વ્યવહાર નિગમ

રાજયના માર્ગ વાહન વ્યવહાર નિગમને કરોડોની આવક છતાં ખોટ યથાવત હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૨૩૧૭ કરોડની આવક સામે રૂ.૮૬૬ કરોડની ખોટ થઈ હતી. વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૨૫૪૦ કરોડની આવક સામે રૂ.૧૦૧૭ કરોડની ખોટ થઈ હતી. વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૨૨૪૯ કરોડની આવક સામે રૂ.૭૪૮ કરોડની ખોટ વાહન વ્યવહાર નિગમને થઈ હતી.

છેલ્લા બે વર્ષમાં વીમા કંપનીઓ સામે છેતરપીંડિની એકપણ ફરિયાદ નહીં

વીમા કંપનીઓ સામે ખેડૂતોએ બાંયો ચઢાવી આંદોલનોની વણઝાર લગાવી હતી. પણ વિધાનસભામાં વીમા કંપનીઓને લઈ ચોંકાવનારી માહિતી સામે આવી હતી. છેલ્લા બે વર્ષમાં વીમા કંપની સામે છેતરપીંડીની કોઇ ફરિયાદ નહીં હોવાનું સરકારે જણાવ્યું હતું. વીમા કંપનીએ ખેડૂત સાથે છેતરપીંડી કરી હોય એવી સરકારને ફરિયાદ જ ના મળી હોવાનો સરકારે જવાબ રજૂ કર્યો હતો. જો કે વીમા કંપનીએ બેદરકારી દાખવી હોય એવી સરકારને ૧૨ ફરિયાદો મળી છે. અને આ માટે સરકારે માત્ર માર્ગદર્શિકા મુજબ કામ કરવા વીમા કંપનીઓનેઙ્ગ સૂચના આપી છે. વિધાનસભા પ્રશ્નોત્ત્।રીમાં ઋત્વિક મકવાણાના પ્રશ્નમાં સરકારે આ જવાબ આપ્યો હતો.

સરકારે ભાડા પેટે એસટીની બસો લીધી, પણ પૈસાની ચૂકવણી બાકી

છેલ્લા ૨ વર્ષમાં રાજય સરકારે સરકારી કાર્યક્રમો માટે એસટી બસો ભાડે લીધી તેની માહિતી પણ જાહેર કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮માં રૂ.૬૫.૨૧ લાખના ભાડા સામે રૂ.૪૬.૨૧ લાખ સરકારે ચૂકવ્યા હતા. વર્ષ ૨૦૧૮ના ભાડા પેટે રૂ. ૧૯ લાખની ચુકવણી બાકી છે. વર્ષ ૨૦૧૯માં રૂ.૧.૯૫ કરોડના ભાડા સામે રૂ.૧.૧૧ કરોડ સરકારે ચૂકવ્યા છે તોવર્ષ ૨૦૧૯ના ભાડા પેટે રૂ.૮૪ લાખ ચૂકવવાના હજુ બાકી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના સવાલમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.

અમદાવાદ RTO ના મહેકમ ખાલી હોવાનો સ્વીકાર

અમદાવાદની આરટીઓ કચેરીમાં મહેકમ ખાલી હોવાનો સ્વીકાર રાજય સરકારે કર્યો છે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં મંજૂર થયેલું મહેકમ ૨૧૯ સામે ૧૩૬ સ્ટાફ ભરાયેલો હોવાનો સ્વીકાર કર્યો છે તો ૮૩ જગ્યાઓ ખાલી હોવાનું સરકારે સ્વીકાર કર્યો છે. આજ રીતે વસ્ત્રાલ આરટીઓમાં મંજૂર થયેલી ૬૧ જગ્યાઓ સામે ૩૭ જગ્યાઓ જ ભરાયેલી હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો છે જયારે વસ્ત્રાલ આરટીઓમાં ૨૩ જગ્યાઓ ખાલી હોવાનો લેખિત જવાબ આપવામાં આવ્યો છે.

૬ કરોડ ૩૦ લાખ લોકોને બજેટ પસંદ આવશેઃ નીતિન પટેલ

નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આ બજેટ સર્વાંગી વિકાલલક્ષી બજેટ છે જે દરેક વર્ગ અને દરેક ઉંમરનાં લોકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવશે. આઠમી વખત બજેટ રજૂ કરવાનો લાભ મને મળી રહ્યો છે તેથી હું ગૌરવ અનુભવું છું. ગુજરાતનાં ૬ કરોડ ૩૦ લાખ નાગરિકોને આજનું બજેટ પસંદ આવશે. ગુજરાતનો આગામી વિકાસ દ્રઢ રહેશે.

સરકારને ઘેરવા કોંગ્રેસે બનાવી રણનીતિ

તો બજેટ સત્ર પહેલાં કોંગ્રેસ ધારાસભ્ય દળની એક બેઠક મળી હતી. બજેટ સત્ર શરૂ થાય તે પહેલાં વ્યૂહરચના માટે આ બેઠક મળી હતી. જેમાં બજેટ સત્રમાં સરકારને દ્યેરવાની નીતિ તૈયાર કરાઈ હતી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ચેમ્બરમાં આ બેઠક મળી હતી. તો અમિત ચાવડાએ કહ્યું કે, ટ્રમ્પની ગુજરાત મુલાકાતનો મુદ્દો કોંગ્રેસ ગૃહમાં ઉઠાવશે. અને કાર્યક્રમના ખર્ચનો હિસાબ માગશે. ૧૦૦ કરોડથી ગુજરાતને કેટલો ફાયદો થયો તે અંગે પ્રશ્ન પુછીશું. નાણાવિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલવિધાનસભાગૃહમાં બપોરે ૧.૧૫ કલાકે આઠમી વખત રાજય સરકારનું બજેટ રજૂ કરશે. એમણે સૌથી પહેલીવાર ૨૦૦૨જ્રાક્નત્ન નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું. વર્ષ ૨૦૨૦-૨૧ના નવા બજેટ વિશે કંઇ પણ કહેવાનો ઇનકાર કરતાં એમણે માત્ર એટલું જણાવ્યું હતું કે, તમામ વર્ગને લાભકારક બજેટ રજૂ કરવાનો પ્રયાસ રહેશે.

૨૨ દિવસ ચાલશે બજેટ સત્ર

બુધવારથી શરૂ થઇ રહેલું વિધાનસભાનું સત્ર ૩૧ માર્ચ સુધી એટલે કે ૨૨ કામકાજના દિવસ સુધી ચાલશે. એ દરમિયાન ૨૫ જેટલી બેઠકો મળશે. બજેટના બીજા દિવસથી રાજયપાલના પ્રસ્તાવ પર ચર્ચા થશે. સત્ર દરમિયાન ૧૦ જેટલા વિધેયક રજૂ થશે.

મંદીની બજેટ પર અસર

ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ રૂ. ૨.૦૪ લાખ કરોડના કદનું બજેટ રજૂ કર્યું હતું. તેથી નવા વર્ષનું બજેટ સ્વાભાવિક રીતે તેનાથી વધશે, પણ એ માત્ર લાફો મારીને ગાલ લાલ બતાવવાનો ખેલ બની રહેશે, કારણ કે સૂત્રો કહે છે કે, મંદીના કારણે આવકો દ્યટતાં ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. ૨૦થી ૨૫ હજાર કરોડનો ખાડો પડી રહ્યો છે.

(4:26 pm IST)