Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દિલ્હી હિંસા પર પોલિસને સુપ્રીમની ફટકાર

ધંધાકીય અભિગમ ન અપનાવ્યો પોલિસે

નવી દિલ્હી તા. ર૬: દિલ્હી હિંસાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલિસની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે જો પોલીસ ઉકસાવનારા લોકોને બચીને નિકળવા ન દેત તો આ બધું ન થાત. જસ્ટિસ જોસેફે અમેરિકા અને બ્રિટનનું ઉદાહરણ આપતા કહ્યું કે જો કંઇ ખોટું થાય તો જવાનોએ ધંધાદારી રીતે વ્યવહાર કરવાનો હોય છે. સુપ્રીમે કહ્યું કે વિરોધના સંદર્ભમાં આ ટીકાઓ નથી કરાઇ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના માટે તે કરાઇ છે. સોલિસીટર જનરલે કોર્ટને દિલ્હી હિંસા બાબતે પ્રતિકૂળ ટીકાઓ ન કરવા વિનંતી કરી હતી કેમકે તેનાથી પોલિસનું મનોબળ હતોત્સાહિત થશે.

કોર્ટે કહ્યું કે વાતાવરણ શાંતિપૂર્ણ રહે તે જોવાનું કામ કાયદો લાગુ કરનાર પ્રશાસનનું છે. આ સાથે જ સુપ્રિમે મહેબૂબા મુફતીની પુત્રી ઇલ્તિજાને એક સોગંદનામું જમા કરાવવાનો આદેશ આપ્યો જેમાં કહેવાયું હોય કે તેણે બીજી કોઇ કોર્ટમાં હિરાસત વિરૂધ્ધ અરજી નથી કરી.

સોલિસીટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દિલ્હી હાઇકોર્ટે હિંસા અંગેની અરજીઓ પર સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફતીની જન સુરક્ષા કાયદા હેઠળ ધરપકડને પડકારતી અરજી પર જમ્મુ-કાશ્મીર પ્રશાસનને નોટીસ બહાર પાડી છે.

(3:48 pm IST)