Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રેલ્વેને વેઇટીંગ અને કેન્સલ ટિકિટોમાંથી રૂ.૯૦૦૦ કરોડની આવક

૧લી જાન્યુઆરી ૨૦૧૭થી ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦ સુધીના ત્રણ વર્ષના ગાળામાં સાડાનવ કરોડથી વધુ પ્રવાસીઓની કન્ફર્મ ન થયેલી ટિકિટો એમણે રદ કરાવી નહોતી

કોટા, તા.૨૬: રેલવેને ૨૦૧૭થી ૨૦૨૦ સુધીમાં રદ કરાવાયેલી ટિકિટોના ચાર્જ અને રદ ન કરાવેલી વેઇટિંગ લિસ્ટવાળી ટિકિટની કુલ રૂ.૯૦૦૦ કરોડની આવક થઇ હોવાની વાત આરટીઆઇના જવાબમાં જાણવા મળી હતી.

કોટાના એક અઙ્ખકિટવિસ્ટ સુજિત સ્વામીએ આરટીઆઇ અરજી દ્વારા પૂછેલા પ્રશ્ર્નોના જવાબમાં સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (ક્રિસ)એ જણાવ્યું હતું કે ૧લી જાન્યુઆરી ૨૦૧૭થી ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦ સુધીના ત્રણ વર્ષના ગાળામાં સાડાનવ કરોડથી વધુ પ્રવાસીઓની કન્ફર્મ ન થયેલી ટિકિટો એમણે રદ કરાવી નહોતી. આવા પ્રવાસીઓએ રેલવેને રૂ. ૪૩૩૫ કરોડનો લાભ કરાવ્યો હતો.

સમાન ગાળામાં રેલવેએ રૂ. ૪૬૮૪ કરોડની આવક કધફર્મ ટિકિટો રદ કરવા માટેની ફી તરીકે વસૂલી હતી.

બંને કેસમાં સૌથી વધુ આવક સ્લિપર કલાસની ટિકિટો અને ત્યાર બાદ એસી થ્રી ટાયરની ટિકિટો દ્વારા રળવામાં આવી હતી.

હવે મોટા પ્રમાણમાં લોકો ઇન્ટરનેટથી ટિકિટો ખરીદતા થયા છે. ૧૪૫ કરોડ લોકોએ ઇન્ટરનેટ દ્વારા અને ૭૫ કરોડ લોકોએ કાઉન્ટર પર જઇને ટિકિટ ખરીદી હતી.

સ્વામીએ રાજસ્થાનની હાઇ કોર્ટમાં અરજી દાખલ કરીને રેલવે પર એવો આક્ષેપ કર્યો હતો કે રેલવેની ઓનલાઇન અને ઓફલાઇન રિઝર્વેશન નીતિ ક્ષતિયુકત છે અને એને કારણે લોકોને વગર કારણે નાણાકીય અને માનસિક તકલીફનો સામનો કરવો પડે છે. પ્રવાસીઓને રાહત મળે અને રેલવે ગેરરીતિથી નાણાં ન રળી શકે એ માટે આ નીતિ રદ કરવી જોઇએ.

(11:32 am IST)