Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દિલ્હીઃ હિંસા ભડકાવવા પાછળ ISIનો હાથઃ તબાહીનું નાપાક ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

પાકિસ્તાનથી અનેક ફેસબુક અને ટ્વીટર એકાઉન્ટ ચાલી રહ્યાં છે, પાકિસ્તાન સરકારના અધિકૃત ટવીટર એકાઉન્ટથી ભારતમાં મુસલમાનોને ભડકાવવાની કોશિશ થઈ રહી છે

નવી દિલ્હી, તા.૨૬: ઉત્તર પૂર્વ દિલ્હીમાં ભડકેલી હિંસાને લઈને ગુપ્તચર એજન્સીઓના હવાલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સૂત્રોનું કહેવું છે કે દિલ્હી હિંસા પાછળ ISIનો હાથ હોવાનો શક છે. દિલ્હી સહિત અનેક શહેરોમાં હિંસા ભડકાવવા પાછળ ISI છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સોશિયલ મીડિયા પર ફેક વીડિયો અપલોડ કરાયા છે. પાકિસ્તાનથી અનેક ફેસબુક અને ટ્વીટર એકાઉન્ટ ચાલી રહ્યાં છે. પાકિસ્તાન સરકારના અધિકૃત ટવીટર એકાઉન્ટથી ભારતમાં મુસલમાનોને ભડકાવવાની કોશિશ થઈ રહી છે.

અત્રે જણાવવાનું કે ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA) ને લઈને થયેલી હિંસામાં અત્યાર સુધી ૧૭ લોકોના જીવ ગયા છે. જયારે ૧૮૦થી વધુ લોકો દ્યાયલ થયા છે. સોમવારે શરૂ થયેલું ઉપદ્રવીઓનું તાંડવ મંગળવારે પણ ચાલુ રહ્યું. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ખુબ જ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને કરફ્યુ લાગેલો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મોહલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. આ અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હિંસાવાળા વિસ્તારોની સમીક્ષા માટે ડીસીપી નોર્થ ઈસ્ટની ઓફિસ પહોંચ્યા હતાં. તેમની સાથે મીટિંગમાં સ્પેશિયલ કમિશનર, સતીષ ગોલચા, જોઈન્ટ કમિશનર આલોક કુમાર અને અને ડીસીપી વેદ પ્રકાશ સૂર્યા હાજર હતાં.

(11:31 am IST)