Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગાડી ખરીદવા પર આપવી પડશે વધુ રજીસ્ટ્રેશન ફી

લાંબા સમયથી લટકેલી સ્ક્રેપેઝ પોલીસીમાં કરાશે ફેરફાર

નવી દિલ્હી તા. ૨૬ : લાંબા સમયથી અટકેલી સ્ક્રેપેઝ પોલીસીમાં સરકાર થોડા બદલાવ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પીએમઓ આ પોલીસીમાં સરકારની ઉપર વધુ નાણાકીય દબાણ વિરૂધ્ધ હવે આ પોલીસીમાં નવી ગાડી ખરીદવા પર રજીસ્ટ્રેશન ફી વધારાની જોગવાઇ કરવામાં આવશે. આ ઉપરાંત ૧૫ વર્ષ જુની ગાડી પર વધુ રોડ ટેક્ષ લગાવી શકાય છે.

એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ પીએમઓએ આ પોલીસને કેટલાક બદલાવોની સાથે મંજુરી આપી દીધી છે. આ બદલાવોને પૂરા કર્યા બાદ સ્ક્રેપેઝ પોલીસીની ઘોષણા કરાશે.

(11:30 am IST)