Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

તમાચો ખાધો છતાં સુધરવાનું નામ નથી લેતુ

પાકિસ્તાનને નાક નથીઃ બાલાકોટમાં મદરેસાની આડમાં શરૂ કરી દીધી આતંકની પાઠશાળા

જમ્મુ, તા., ર૬: બાલાકોટમાં એરસ્ટ્રાઇકને એક વર્ષ વીતે તે પહેલા જ પાકિસ્તાને ત્યાં આંતકવાદી પ્રશિક્ષણ શિબિર ફરીથી સ્થાપી દીધી છે. આંતકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાની સહીયારી શિબિરો ચાલુ કરાઇ છે અને તેને આંતરરાષ્ટ્રીય એજન્સીઓની નજરથી બચાવવા માટે ત્યાં મદ્રેસાઓના બોર્ડ લગાવાયા છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓને માહીતી છે કે આ શિબિરોની સુરક્ષા પાક સેના સંભાળે છે. સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલા સુત્રોનું કહેવું છે કે આઇએસઆઇના આદેશ પર જૈશ અને લશ્કર બંન્નેની સંયુકત પ્રશિક્ષણ શિબિરો બાલાકોટમાં ફરીથી ખોલી દેવાઇ છે. આખા વિસ્તારમાં સામાન્ય માણસોની અવર જવર પર પ્રતિબંધ મુકી દેવાયો છે. કોઇને પણ આજુબાજુમાં ફરકવાની પરવાનગી નથી જેથી ત્યાં ચાલી રહેલી ગતિવિધિઓ જાહેર ન થાય અને મદ્રેસાની આડમાં શિબિર ચાલતી રહે. ષડયંત્ર એવું છે કે અહીથી આતંકીઓને પ્રશિક્ષીત કરીને લોચીંગ પેડ દ્વારા તેમને વધુને વધુ સંખ્યામાં ભારત મોકલાય.

સુત્રોએ જણાવ્યું કે આ કેમ્પોની સુરક્ષા માટે પાકિસ્તાની સેના ર૪ કલાક તહેનાત રહે છે. તે દરેક ગતિવિધિઓ પર નજર પણ રાખી રહી છે. હાલમાં જ હારીઝ સઇદનો સગો જકીઉર રહેમાન લખવી બાલાકોટમાં દેખાયો હતો. સુત્રોનું કહવેુ છે કે જૈશ-લશ્કર કમાંડરો તથા આઇએસઆઇ સાથે તેણે મીટીંગ પર કરી હતી. જેમાં ઘુસણખોરી વધારવા તથા એલઅસી પર બેટ હુમલાને અંજામ આપવાની સાજીશ પર ચર્ચા થઇ હતી. સુત્રોએ જણાવ્યુ઼ કે બાલાકોટ પર એક સ્ટ્રાઇકની એનીવર્સરી પર એલઓસી પર બેટ હુમલાનું આયોજન થઇ શકે છે. આના કારણપે એલઓસી પર ભારતે સતર્કતા વધારી દીધી છે.

બાલાબોટાની વાર્ષિક તિથીઅી પાકિસ્તાન ગભરાયેલું છે તેને શંકા છે કે રીથી ભારત આવા હુમલાઓ ન કરી દે. આ કારણે તે ડ્રોનની મદદથી એલઓસી અને તેની આસપાસના વિસ્તારો પર નજર રાખી રહયું છે. દિવસ-રાત બનને સમયે ડ્રોન સરહદ પર ઉડતા દેખાય છે. થોડા થોડા સમયે ડ્રોન પીઓકેમાં પોતાની સરહદની અંદર જ ચક્કરો મારીને પાછા ફરી જાય છે.

(11:29 am IST)