Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દિલ્હીમાં હિંસાના પગલે વિદ્યાર્થીઓનું બગડ્યું ભણતર : 86 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ની પરીક્ષા કેન્સલ

દિલ્હીના બાકીના ભાગોમાં પરીક્ષા નિયત તારીખે લેવામાં આવશે

નવી દિલ્હી : દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હિંસાની માઠી અસર બાળકોના ભણતર પર પણ પડી રહી છે. દિલ્હીના ઉત્તર-પૂર્વ જિલ્લામાં ચાલી રહેલી હિંસાને પગલે તે વિસ્તારોમાં 26 ફેબ્રુઆરીએ યોજોનારી 10-12ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. સીબીએસઇએ દિલ્હી સરકારની વિનંતી પર ઉત્તર પૂર્વીય જિલ્લામાં પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે 26 ફેબ્રુઆરીએ 10માની અંગ્રેજી અને 12 માંની વેબ એપ્લિકેશન અને મીડિયા વિષયોની પરીક્ષા યોજાવાની હતી. બોર્ડે આશરે 86 શાળા કેન્દ્રો પર પરીક્ષા મુલતવી રાખી છે. જે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. તેની માહિતી બોર્ડે વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરાવી છે. જોકે દિલ્હીના બાકીના ભાગોમાં પરીક્ષા નિયત તારીખે લેવામાં આવશે અને બોર્ડ તરફથી નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે

(11:14 am IST)