Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગુજરાતનું ર૦ર૦-ર૧ નું બજેટ વિધાનસભામાં રજુ કરતાં નીતિનભાઇ પટેલઃ ખેતી ક્ષેત્રે ૭૪ર૩ કરોડની જોગવાઇ

રૂ.ર,૧૭,ર૮૭ કરોડનું કદઃ ખેડૂત-ગ્રામીણ-કૃષિલક્ષી બજેટ : ૬૦૫ કરોડની પુરાંત

ખેડુતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના જાહેરઃ મહિલા, બાળ વિકાસ માટે ૩૧પ૦ કરોડની જોગવાઇઃ નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના હેઠળ હવે ૭પ વર્ષથી વધુના વૃધ્ધોને રૂ.૭પ૦ ને બદલે રૂ.૧૦૦૦ની સહાય ચુકવાશેઃ ૮૦ ટકાથી વધુ માનસીક દિવ્યાંગતા ધરાવતા વ્યકિતઓને મહિને રૂ.૬૦૦ના બદલે રૂ. ૧૦૦૦ ચુકવાશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ર૬: રાજયમાં નાણા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે આજે નવા નાણાકીય વર્ષનું બજેટ રજુ કર્યુ છે. બજેટનું કદ ર,૧૭,ર૮૭ લાખ કરોડનું છે. જેમાં ૬૦પ કરોડની પુરાંત દર્શાવે છે. સૌથી વધુ ૭૪ર૩ કરોડ કૃષિ વિભાગ માટે ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના સહીતની વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

જંગી કદના બજેટમાં મુખ્યમંત્રી સંગ્રહ યોજના અંતર્ગત ખેડુતોને નાના ગોડાઉન, સ્ટોરેજ વિગેરે માટે સહાય આપવામાં આવશે. પાક વિમો ભરવા ઇચ્છતા ખેડુતો માટે ૩૩૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ખેડુતોને ગાય દીઠ સહાય આપવામાં આવશે. પાક વિમા સહાય માટે વિશેષ જોગવાઇ છે. બજેટ ગ્રામીણ લક્ષી દેખાય છે. પશુદાણ યોજના માટે રૂ.ર­­૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ લખાય છે ત્યારે શ્રી નિતીન પટેલે પોતાનું બજેટ પ્રવચન શરૂ કર્યુ છે. વિવિધ યોજનાઓની જાહેરાતોના નિર્દેશ છે. બજેટ પ્રવચન પુરૂ થયા પછી ભાગ-રમાં કરવેરા અને કર રાહતનો લગતો ઉલ્લેખ દર્શાવવામાં આવશે. વધુ માહીતી મેળવાઇ રહી છે.

(3:14 pm IST)