Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

૬.૩ લાખ પેન્શનધારકોને લાભ

કોમ્યુટેશનની સુવિધાનો લાભ આપવાના ઇપીએફઓના નિર્ણયનો અમલ શરૂ

નવી દિલ્હી, તા.૨૬: શ્રમ મંત્રાલયે ૬.૩ લાખ પેન્શનધારકોને કોમ્યુટેશનની સુવિધાનો લાભ આપવાના ઇપીએફઓના નિર્ણયનો અમલ શરૂ કરી દીધો છે. સરકારના આ નિર્ણયથી ઇપીએફઓના ૬.૩ લાખ પેન્શનધારકોને લાભ થશે.

શ્રમ મંત્રાલયે ૨૦ ફેબુ્રઆરી, ૨૦૨૦ના એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ(ઇપીએફ) યોજના હેઠળ એવા પેન્શનધારકોને વધુ પેન્શન મળશે જેમણે સેવા નિવૃત્તિના ૧૫ વર્ષ પછી સંપૂણ પેન્શન લેવાની સુવિધાવાળા વિકલ્પની પસંદગી કરી છે.

આ નિયમ એમના માટે છે જેમણે નિવૃત્તિના સમયે પોતાની પેન્શનની રકમમાં દ્યટાડો કર્યો હતો. શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે ઇપીએફઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ પેન્શન યોજના હેઠળ પેૈન્શન ફંડમાંથી કોમ્યુટેશન(રૂપાંતર)ની સુવિધા મેળવી શકશે.

આ સુવિધા હેઠળ પેન્શનધારકને શરૂઆતમાં પેન્શનનો અમુક હિસ્સો એક સાથે આપવામાં આવે છે. ત્યારબાદ આગામી ૧૫ વર્ષ સુધી તેના પેન્શનમાં એક તૃતિયાંશનો ઘટાડો કરવામાં આવે છે. ૧૫ વર્ષ પછી તેને સંપૂર્ણ પેન્શન આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ઇપીએફઓના નિર્ણય લેનારી ઉચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝએ ૨૧ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ મળેલી બેઠકમાં આ સુવિધાનો લાભ મેળવનારા ૬.૩ લાખ પેન્શનધારકોને કોમ્યુટેશનની સુવિધાનો લાભ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ(ઇપીએફ) પગાર મેળવતા કર્મચારીઓને નિવૃત્તિ પછી આર્થિક લાભ આપવાની સ્કીમ છે.

જે ઇપીએફઓ દ્વારા ચલાવવામાં આવે છે. તેનો વ્યાજ દર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. દર મહિને કંપની કર્મચારીના પગારમાંથી બેઝિક પગારના૧૨ ટકા રકમ કાપીને ઇપીએફમાં જમા કરાવે છે. કર્મચારીની સાથે કંપની પણ બેઝિક પગારના ૧૨ ટકા રકમ કર્મચારીના ઇપીએફ ખાતામાં જમા કરાવે છે.

(10:06 am IST)