Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

એડવાન્સ ટેકસનો છેલ્લો હપ્તો ૧૫ માર્ચ સુધી નહિ ભરાય તો ખાતા ફ્રીઝ થશે

નવી દિલ્હી, તા.૨૬: આવકવેરા વિભાગ ટારગેટ પૂરો કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે કરદાતાઓ ટેકસની ડિમાન્ડ કરતી નોટિસનો જવાબ આપતા નથી તેમની મિલકતો શોધી વોધીના ટાંચમાં લેવાશે. આ ઉપરાતં તેમના બેન્ક ખાતાઓ ફ્રીજ કરી દેવાની કામગીરી પણ શરૂ દેવાઇ છે. તા.૧૫ માર્ચ-૨૦૨૦ પહેલા એડવાન્સ ટેકસનો છેલ્લો હપ્તો ભરવાનો હોવાથી કરદાતાઓ હાલ સીએની ઓફિસમાં ધક્કાફેરા ખાઇ રહ્યા છે.

કેન્દ્ર સરકાર એક બાજૂ ફેશલેશ સિસ્ટમ દાખલ કરી રહ્યુ છે તો બીજી તરફ આઇટીના અધિકારીઓ નોટિસો ફટકારીને દસ્તાવેજો મંગાવી રહ્યા છે. જેના કારણે કરદાતાઓમાં ભારે રોષ છે. ડિસેમ્બર મહિનામાં સ્ક્રુટીની એસેસમેન્ટ પૂર્ણ કર્યા બાદ માર્ચ સુધીમાં ટેકસની રિકવરી કરવાની હોવાથી મિલકતો ટાંચમાં લેવાની કામગીરી અને બેન્ક ખાતાઓ ફ્રીજ કરવાની કામગીરી કરી દેવાઇ છે. ટારગેટ પૂરો કરવા કાર્પોરેટ સેકટરની મોટી કંપનીઓ ઉપરાતં મોટા કરદાતાઓને વધુમાં વધુ ટેકસ ભરવા માટે અપીલ કરાઇ રહી છે જેથી ટારગેટ નજીક પહોચી શકાય.મંદીના માહાલ વચ્ચે ટેકસની રિકવરી પર મોટી અસર પડી રહી છે. છેલ્લા સાત મહિનાથી મંદીના કારણે વેપાર ધંધા પર અસર પડી છે જેની અસર ટેકસમાં દેખાશે.

(10:05 am IST)