Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે 'રોમિયો' હેલિકોપ્ટર: યુએસ સાથે થયા કરાર

અન્ય લડાકુ હેલિકોપ્ટરની સરખામણીએ સૌથી આધુનિક :લડાકુ સબમરીન, ક્રુઝર્સ, એરક્રાફ્ટ કરિયરથી થઇ શકે ઓપરેટ

નવી દિલ્હી : રોમિયો હેલિકોપ્ટરોને વિશ્વના સૌથી અત્યાધુનિક સમુદ્રી હેલિકોપ્ટર માનવામાં આવી રહ્યું છે. આ હેલિકોપ્ટર ભારતીય નૌકાદળની ટાર્ગેટ ક્ષમતાઓને વધારશે. નિષ્ણાંતોના મતે હિંદ મહાસાગરમાં ચીનના આક્રમક વ્યવહારને ધ્યાનમાં રાખતા ભારત માટે આ હેલિકોપ્ટર ખુબજ જરૂરી છે. અમેરિકન કંપની નિર્મિત રોમિયો એમએચ-60 આર હેલિકોપ્ટરને દુનિયાનું સૌથી સારું અને અત્યાધુનિક મેરીટાઈમ હેલિકોપ્ટર મનાય છે

  હાલમાંઅમેરિકન નેવીમાં એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ વેપન રોમિયોનો ઉપયોગ થાય છે. હાલના લડાકુ હેલિકોપ્ટરની સરખામણીએ આ હેલિકોપ્ટર સૌથી આધુનિક છે. રોમિયો હેલિકોપ્ટરના આગમનથી ભારતીય નેવીની મારક ક્ષમતામાં મોટો વધારો થશે. હિન્દ મહાસાગરમાં ચીનના આક્રમક વ્યવહાર સામે ભારતને એન્ટી સબમરીન હેલિકોપ્ટરની ઘણી જરૂરિયાત છે

 . ભારતીય નેવી સીહોક હેલિકોપ્ટરની મદદથી સમુદ્રી અભિયાનો અને સબમરીન વિરોધી અભિયાનોને મજબૂતાઇથી અંજામ આપી શકે છે.

 

રોમિયો હેલિકોપ્ટરનું નિર્માણ અમેરિકાની લોકહિડ માર્ટિન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતીય નેવીમાં તે બ્રિટિશ સી કિંગ હેલિકોપ્ટરની જગ્યા લેશે. આ હેલિકોપ્ટર સબમરીન અને યુદ્ધ જહાજો પર મિસાઇલથી અચૂક નિશાન સાધવામાં સક્ષમ છે. તેને લડાકુ સબમરીન, ક્રુઝર્સ અને એરક્રાફ્ટ કરિયરથી ઓપરેટ કરી શકાય છ

  સીહોક હેલિકોપ્ટર એન્ટી સબમરીન સિવાય દેખરેખ, સુચના, યુદ્ધક સર્ચ અને બચાવ, ગનફાયર અને લોજિસ્ટિક સપોર્ટમાં ખૂબ મદદરૂપ છે. હેલિકોપ્ટર દુશ્મનની સબમરીન નષ્ટ કરવા સિવાય જહાજોને હાંકી કાઢવા અને દરિયામાં સર્ચ અને બચાવ ઓપરેશનમાં પણ ખૂબ મદદગાર સાબીત થ

(12:12 am IST)