Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દિલ્હી ઉત્તર-પૂર્વી વિસ્તારમાં સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે :સીબીએસસીની પરીક્ષા સ્થગિત

 

ફોટો parixa

નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વી દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 13 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 180 જેટલા લોકોને ઈજા પહોંચી છે. સોમવારે શરૂ થયેલી હિંસા મંગળવારે પણ જોવા મળી હતી. હાલ હિંસાને કાબુમાં લેવા માટે તમામ સંવેદનશિલ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીના શિક્ષા પ્રધાન મનીષ સિસોદિયાએ મંગળવારે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે બુધવાર 26 ફેબ્રુઆરીએ દિલ્હીના ઉત્તર પૂર્વી વિસ્તારના જિલ્લામાં તમામ શાળાઓ બંધ રહેશે. એટલે કે આવતીકાલે ખાનગી અને સરકારી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

તેમણે જણાવ્યું કે, તમામ શાળાઓની પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. મનીષ સિસોદિયાએ આજે એકવાર ફરી સીબીએસઈને પણ પરીક્ષા રદ્દ કરવાની અપીલ કરી હતી. મહત્વનું છે કે આજે પણ દિલ્હીમાં તમામ શાળાઓ બંધ રહી હતી.

(9:29 am IST)