Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

હવે પેરેન્ટ્સ પણ કંટ્રોલ કરી શકશે પોતાના બાળકની ટીકટોક એપ : નવું ફીચર સામેલ

'ફેમેલી સેફટી મોડ' દ્વ્રારા પેરેન્ટ્સ એકાઉન્ટને બાળકોના એકાઉન્ટથી લીંક કરી શકેછે

મુંબઈ : દુનિયાભરમાં સૌથી લોકપ્રિય શોર્ટ વિડીયો મેકિંગ એપ ટીકટોકમાં એક નવું કમાલનું ફીચર સામેલ કરવામાં આવ્યું છે, જેના આધારે પેરેન્ટ્સ પોતાના બાળકોનું એકાઉન્ટ કંટ્રોલ કરી શકશે. એટલે કે તે નક્કી કરી શકશે કે, તેમના બાળકોને કઈ રીતનું કન્ટેન્ટ એપમાં જોવા મળે. આ ખાસ 'ફેમેલી સેફટી મોડ' દ્વ્રારા પેરેન્ટ્સ એકાઉન્ટને તેમના બાળકોના એકાઉન્ટથી લીંક કરી શકે છે. આ સૌથી પહેલા યુકેમાં લાવવામાં આવ્યું છે. ધીરે-ધીરે આ દુનિયાભરના અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મના હેડ ઓફ ટ્રસ્ટ એન્ડ સેફટી યુરોપ 'કોરમેક કીનન' એ જણાવ્યું છે કે, અમે આ ફીચર માટે સૌથી પ્રખ્યાત યુઝર્સ સાથે મળીને કામ કર્યું છે. અમે પોતાની કોમ્યુનીટીને આ જાણકારી આપવામાં માંગીએ છીએ કે, તે પ્લેટફોર્મ કેટલો સમય પસાર કરી રહ્યા છે.

તેમને જણાવ્યું છે કે, ટીકટોકનો ઉપયોગ કરતા સમયે યુઝર્સનો અનુભવ રસપ્રદ, સ્પષ્ટ અને સુરક્ષીત હોય છે એવામાં અમે યુઝર્સને પોતાના પ્લેટફોર્મ પર સુરક્ષીત અનુભવ કરાવવા માંગીએ છે. તેના માટે અમે નવા ફેમેલી સેફટી મોડને લાવવાની જાણકારી આપી દીધી છે જેના આધારે પેરેન્ટ્સ પોતાના બાળકોની ટીકટોક એપને કંટ્રોલ કરી શકશે અને તેના પર નજર રાખી શકશે.

(9:28 am IST)