Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દિલ્લી હિંસા દરમ્‍યાન એનડીટીવીના ૪ પત્રકારો પર ટોળાએ કર્યો હુમલો

           નવી દિલ્લીઃ ઉતર-પૂર્વી દિલ્લીમાં  મંગળવારના ફરીથી ભડકેલી હિંસામાં એનડીટીવના ૩ પત્રકારો અને એકે કેમેરામેનને તોફાનીઓએ બુરી રીતે માર માર્યો પોતાની ખબરમાં એનડીટીવીએ લખ્‍યું કે અરવિંદ ગુણાસેકરને એક ટોળાએ ઘેરી લીધો જેણે એને ચેહરા પર માર્યો જયારે એના સહયોગી સૌરભ શુકલાએ હસ્‍તક્ષેપ કર્યો તો એના માથા પર લાઠી લાગવાની હતી. હુમલામાં અરવિદના ત્રણ દાંત તુટી ગયા.

            પત્રકારો બહાર નીકળવામા સફળ રહ્યા બંન્ને હવે સુરક્ષિત છે એનડીટીવીની મરિયમ અલવીને પૂર્વોત્તર દિલ્લીના એક અલગ ભાગમાં ટોળા દ્વારા પાછળથી મારવામા આવ્‍યા. જયાંથી શ્રીનિવાસન જૈન સાથે રીપોર્ટીંગ કરી રહી હતી. તેની સાથે કેમેરામેન સુશીલ પણ ઘાયલ થયા હતા.

            એનડીટીવીના  અક્ષયકુમાર ડોગરે પર  ભીડ દ્વારા હુમલો કરવામા આવ્‍યો હતો જયારે તે રીપોર્ટ કરી રહ્યા હતા.  એક લાઇવ રીપોર્ટ દરમ્‍યાન તેમને એમના કેમેરામેન ભીડ દ્વારા ઘેરાઇ ગયા હતા ભીડએ એમનુ માઇક અને મોબાઇલ છીનવી લેવાની કોશિષ કરી હતી.

(12:00 am IST)