Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ભાજપા નેતા કપિલ મિશ્રાને ભારે પડી આપતિજનક નિવેદનબાજીઃ પાર્ટીએ મોઢુ ફેરવી લીધુ

           ભાજપા નેતા કપિલ મિશ્રા પોતાની આપતિજનક નિવેદનબાજી માટે ઘણી વખત ચર્ચામાં રહી ચૂકયા છે. પણ આ વખતે આ નિવેદનબાજીી એમને ભારે પડી ગઇ લાગે છે. ભારતીય જનતા પાર્ટીએ એમના નિવેદનને કિનારે કરી નાખેલ છે. અને પૂર્વી દિલ્લીના સાંસદ ગૌતમ ગંભરીએ સાફ કહી દીધુ છે કે આપતિજનક નિવેદનબાજી કરનારાને કડક સબક શીખવાડવો જોઇએ ચાહે તે જે પણ પાર્ટીમાંથી હોય.

            મનોજ તિવારીએ પણ ખોટી નિવેદનબાજીથી બચવાની વાત કરી છે પાર્ટીનો કોઇપણ નેતા આ સમયે એમના સમર્થનમા સામે નથી આવ્‍યો. એની આપતિજનક નિવેદનબાજી માટે એના પર કેસ દાખલ કરવાામાં આવ્‍યો છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે  કપિલ મિશ્રાની તાત્‍કાલીક ધરપકડ કરવી જોઇએ. કારણ એના નિવેદન પછી જ હાલત બેકાબુ થયેલ. નાગરિકતા કાનૂન વિરોધમાં પ્રદર્શનકારીઓએ રવિવારના રસ્‍તા જામ કરી દીધેલ.આ પછી કપિલ મિશ્રાએ સ્‍થાનિય નેતા કુસુમ તોમર અને થોડા અન્‍ય સ્‍થાનિય લોકોને સાથે લઇ કાનુનના સમર્થનમાં એક માર્ચ કરી હતી.  

(12:00 am IST)