Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

કોરોના વાયરસની વિશ્વની બજારમાં અસર : લોકો શેર વેચીને સોનુ અને ચાંદીની ખરીદી તરફ વળ્યાં

ક્રૂડમાંચાર ટકાનો ઘટાડો :કોપર, પ્લેટિનિયમના ભાવ તૂટતા બજારોમાં હાહાકાર

નવી દિલ્હી : કોરોના વાયરસની અસર સમગ્ર વિશ્વમાં બજાર અને શેર માર્કેટમાં પડી છે. જેના કારણે સોના ચાંદીના બજારોને પણ અસર થઈ છે. સોનુ આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૬૦૦ ડોલરની સપાટી વટાવી ગયું છે. અમદાવાદ 10 ગ્રામ સોનું રૂપિયા ૪૫,૦૦૦ થઈ ગયું છે.

 

ચીનમાં પ્રસરેલા કોરોના વાયરસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાયેલી સ્થિતિને કારણે ભારતમાં સોનાની ચમક વધુ ચમકી છે. તેમાંય અમદાવાદમાં 10 ગ્રામ સોનું 45 હજારની સપાટી પર આવી ગયું છે. જ્યારે એક કિલો ચાંદી 50 હજારે પહોંચી છે.

તેની અસર વેપાર અને શેરબજાર પર પણ જોવા મળી રહી છે. લોકો શેર વેચીને સોનુ અને ચાંદી ખરીદવા તરફ વળ્યા છે. કોરોના વાયરસને કારણે અમદાવાદ અને ગુજરાતના વેપારીઓ ચીનમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટનો વેપાર ઠપ્પ થઈ ગયો છે. બીજ તરફ ક્રૂડમાં પણ ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કોપર, પ્લેટિનિયમના ભાવ તૂટતા બજારોમાં હાહાકાર સર્જાયો હતો. રૂપિયો સતત ડોલર અને પાઉન્ડ સામે ગગડી રહ્યો છે.

(12:00 am IST)