Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

હિન્દ મહાસાગરમાં ચીન પહેલાથી વધુ સક્રિય :ભારતની ચાંપતી નજર

અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં થશે નૌસેના અભ્યાસ:ચીને હિન્દ મહાસાગરમાં પોતાની હાજરી વધારી

 

નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ ખુલાસો કર્યો છે કે હિંદ મહાસાગરમાં ચીન પહેલાથી રસ લઈ રહ્યું છે. અને વધુ સક્રિય થયું છે માર્ચના પહેલા અઠવાડિયામાં અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં નૌસેના અભ્યાસ મિલન-2018 થવાનું છે.ત્યારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની નેવાએ હિંદ મહાસાગરમાં ક્ષેત્રમાં પોતની હાજરી વધારી દીધી છે.

    ભારત અહીં થઈ રહેલી ગતિવિધિઓ ચાંપતી નજર રાખી રહ્યું છે. એડમિરલ સુનીલ લાંબાએ કહ્યું કે એક્ટ ઈસ્ટ પોલીસી નૌસેનાની પ્રાથમિકતા છે. પાકિસ્તાન હિંદ મહાસાગરીય દેશ હોવા છતાં તેને આમંત્રણ અપાયું નથી. મામલે તેમણે કહ્યું કે અભ્યાસનો હેતુ લુક ઈસ્ટ અને એક્ટ ઈસ્ટ વધારે છે. પાકિસ્તાનને નૌસેના હિંદ મહાસાગર નેવ સિમ્પોઝિયમમાં બોલાવે છે. તેમણે કહ્યું કે, મિલન અભ્યાસ આસિયાન અને પૂર્વ એશિયાના અન્ય દેશો માટે મહત્વપૂર્ણ એટલા માટે છે કે સાઉથ ચાઈના-સી ને લઈને ચીનના પાંચ અલગ-અલગ દેશો સાથે વિવાદ છે.

(12:58 am IST)