Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

10મી માર્ચે જીએસટી કાઉન્સિલની બેઠક :વિવાદી પ્રાવધાન હટાવી લેવાય તેવી શકયતા

ઈ-વે બિલની નિષ્ફળતા બાદ રિવર્સ ચાર્જ મેકેનિઝમ,ટીડીએસ અને ટીસીએસ પર ઠંડુ પાણી ઢોળી દેવાય તેવી સંભાવના

 

નવી દિલ્હી :દેશમાં ચોરી રોકવા લવાયેલ -વે બિલ ની નિષફળતા બાદ હવે સરકાર સીજીએસટીના કાનૂનમાં વિવાદિત પ્રાવધાનો પર ઠંડુ પાણી ઢોળી દેશે તેમ મનાય છે આગમી 10મી માર્ચે યોજાનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં બાબતે વિચારણા થઇ શકે છે સૂત્રોના જણાવ્યા મુજબ -વે બિલ ઉતાવળે લાગુ કરવાથી સરકારને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો એટલા માટે સરકાર વિવાદિત પ્રાવધાનો ઉપર વિચાર કરતા પહેલા દરેક એન્ગલ પર અમલ કરાઈ રહયો છે જીએસટી કાઉન્સિલ કેટલાક વિવાદિત પ્રાવધાનો જેવા કે રિવર્સ ચાર્જ મેકેનિઝમ,ટીડીએસ અને ટીસીએસ પર ઠંડુ પાણી ઢોળી દેવાય તેવી સંભાવના છે 

(11:58 pm IST)