Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ઇન્‍ડિયન અમેરિકન ડો.દિપક ચોપ્રાને વિઝનરી એવોર્ડઃ ઇન્‍ટીગ્રેટીવ હેલ્‍થકેર ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ કરાયેલી કદર

ન્‍યુયોર્કઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ડો.દિપક ચોપ્રાને ઇન્‍ટીગ્રેટીવ હેલ્‍થકેર સિમ્‍પોઝિઅમ દ્વારા વિઝનરી એવોર્ડ આપી બહુમાન કરાયું છે.

તેઓને હેલ્‍થકેર વિઝનરી તરીકે બિરદાવાયા છે. તેમના વૈકલ્‍પિક દવાઓ પ્રત્‍યે વિશેષ યોગદાનને ધ્‍યાને લેવાયું છે જેમણે કોમ્‍યુનીટી માટે આરોગ્‍ય સેવાઓ આપી છે. આથી દર વર્ષે પસંદ કરાતા ૨ તબીબોમાં તેમણે સ્‍થાન મેળવ્‍યું છે. તેમણે ૮૫ બુકસ લખી છે.

(9:36 pm IST)