Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

તમે લેજન્ડ કરતાં કંઇક વધારે છો. તમારી ઉઁણપ હંમેશા સાલશે

ભત્રીજા મોહિત મારવાહની પ્રતિક્રિયા :શ્રીદેવી દુબઈમાં ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં ઉપસ્થિત રહ્યાં હતા

મુંબઈ :બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું 24 ફેબ્રુઆરીએ દુબઇમાં  નિધન થયું હતુ. તેઓ પોતાના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં ઉપસ્થિત રહેવા માટે દુબઇ ગઇ હતી. જ્યાં તેના પતિ બોની કપૂર અને દિકરી ખુશી પણ તેમની સાથે હાજર હતાં. મોહિત મારવાહના લગ્નના 4 દિવસ બાદ શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધું. અભિનેત્રીના નિધન બાદ મોહિત મારવાહે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.

મોહિતે ઇન્સ્ટાગ્રામ પર શ્રીદેવીની ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ની એક સુંદર તસવીર સાથે એક ભાવુક સંદેશ પણ લખ્યો છે. તેણે લખ્યું કે ‘તમે લેજન્ડ કરતાં કંઇક વધારે છો. તમારી ઉઁણપ હંમેશા સાલશે

(9:08 pm IST)