Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

શ્રીદેવીના ઓટોસ્પી રિપોર્ટમાં પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ છે

૨૪મી ફેબ્રુઆરીના દિવસે શ્રીદેવીનું મોત :ઓટોસ્પી રિપોર્ટમાં ડિરેક્ટર ઓફ પ્રવેન્ટીવ મેડિસીન દુબઈના હસ્તાક્ષર છે : નામ શ્રીદેવી બોની કપૂર અય્યપન

મુંબઇ,તા. ૨૬ : બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીના મોતને લઇને અટકળોનો દોર ચાલી રહ્યો છે. શ્રીદેવીના મોત બાદ હવે જે ઓટોસ્પી રિપોર્ટ જારી કરાયો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રીદેવીનું મોત એક્સીડેન્ટલ ડ્રાઉનીના કારણે થયું હતું. કાર્ડિયેકઅરેસ્ટના કારણે મોત થયું નથી. યુએઇ આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રીદેવીનું મોત તેમનારુમના બાથરુમમાં થયું હતું. આ રિપોર્ટમાં પાસપોર્ટ નંબરઆઈએનડી-ઝેડ૪૨૩૧૫૨૪નો પણ ઉલ્લેખ છે. આ રિપોર્ટમાં શ્રીદેવીના મોતનીતારીખ ૨૪મી ફેબ્રુઆરી ૨૦૧૮ દર્શાવવામાં આવી છે અનેમોતનું કારણ એક્સિડેન્ટલ ડ્રાઉની અથવા તો આકસ્મિકરીતેડુબી જવાથી દર્શાવવામાં આવ્યું છે. ડિરેક્ટર ઓફ પ્રવેન્ટીવ મેડિસિન દુબઈ દ્વારા હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. આમા નામ શ્રીદેવી બોનીકપૂર અય્યપન દર્શાવવામાં આવ્યું છે અને આ જારી કરવાની તારીખ ૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૮ દર્શાવવામાં આવી છે. શ્રીદેવીના મૃત્યુને લઇને છેલ્લા બે દિવસથી રહસ્ય ઘેરુ બની રહ્યું છે. પોસ્ટમોર્ટમ એનાલીસીસની પ્રક્રિયા પરિપૂર્ણ કરવામાં આવ્યા બાદ દુબઈ પોલીસ હેડક્વાર્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય અભિનેત્રીનું મોત પોતાના હોટલ રુમમાં બાથટબમાં પડી જવાના કારણે થયું છે. જુદા જુદા રિપોર્ટ હાલમાં જારી કરવામાં આવી રહ્યા હતા. ફોરેન્સિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે. તમામ વિરોધાભાષી અહેવાલો આવી રહ્યા છે.

(7:43 pm IST)