Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

બે રાજ્યમાં ચૂંટણીનો ઉત્સાહ

ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ

કોહીમા, શિલોંગ, તા. ૨૬ : નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂટણી માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ બન્ને રાજ્યોમાં આવતીકાલે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન યોજાનાર છે. બન્ને રાજ્યોમાં ઉંચા મતદાનની શક્યતા દેખાઇ રહી છે. ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પોતાની તાકાતને વધારી દેવા માટે આ વખતે ભાજપે તમામ તાકાત લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ જોરદાર પ્રચાર કરી ચુક્યા છે.

*    નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂટણી માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

*    ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પોતાની તાકાતને વધારી દેવા માટે આ વખતે ભાજપે તમામ તાકાત લગાવી હતી

*    નાગાલેન્ડમાં ૧૯૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેલા છે

*    મેઘાલયમાં ૩૭૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે

*    નાગાલેન્ડમાં કુલ મતદારોની સંખ્યા ૧૧૮૯૨૬૪ નોંધાઇ છે. જે પૈકી ૨૫૮૭૬ નવા મતદારો નોંધાયા છે. આ વખતે જે મતદારો છે તેમાં ૬૦૦૫૩૬ પુરૂષ અને ૫૮૮૭૨૮ મહિલા મતદારો

*    મેઘાલયમાં ૧૮.૪ લાખ મતદારો ૩૦૮૩ મતદાન મથકો ઉપર મતદાન કરવા માટે તૈયાર

*    નાગાલેન્ડમાં પણ તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરાઈ

*    ભાજપ અને કોંગ્રેસ માટે બંને રાજ્યોમાં ચૂંટણી ખુબ મહત્વપૂર્ણ બની

*    ભાજપ તરફથી અમિત શાહ, નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને અન્યો ચૂંટણી પ્રચાર કરી ચુક્યા છે

*    મેઘાલયમાં કોંગ્રેસ માટે ચૂંટણી મહત્વપૂર્ણ છે. અહીં ૧૦ વર્ષથી કોંગ્રેસ સરકારમાં છે

*    કોંગ્રેસ માટે રાહુલ ગાંધીની સાથે રણદીપ સુરજેવાલા અને શશી થરુરે પ્રચારમાં ભાગ લીધો હતો

*    ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા ઉત્તર પૂર્વની ચૂંટણી મહત્વપૂર્ણ બની છે

*    આઠ રાજ્યોમાં ભાજપ તેની સંખ્યા વધારવા માટે ઉત્સુક છે

*    આ પ્રદેશમાંથી ભાજપ પાસે હાલ આઠ લોકસભા સભ્યો અને કોંગ્રેસ પાસે સાત સભ્યો છે

*    મેઘાલયમાં કોંગ્રેસે ૫૯ અને ભાજપે ૪૭ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે

(7:37 pm IST)