Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અેરટેલના ગ્રાહકોને ફ્લાઇટમાં પણ ફાસ્ટ ઇન્ટરનેટની સુવિધા મળશે

નવી દિલ્હીઃ મોબાઇલ અને ટેક્નોલોજીના ઉપયોગનો દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે ભારતી અેરટેલ દ્વારા ફ્લાઇટમાં પણ ફાસ્‍ટ ઇન્ટરનેટની સુવિધા આપવાની જાહેરાત કરાઇ છે.

એરટેલ પોતાના ગ્રાહકોને જબરદસ્ત ફાયદો કરાવી આપવાની છએ. હવે એરટેલના કસ્ટમર્સ ફ્લાઈટમાં પણ કોઈપણ જાતના અવરોધ વિના ડેટા કનેક્ટિવિટી મેળવી શકશે. આ માટે એરટેલે વૈશ્વિક સંગઠન સાથે હાથ મિલાવ્યો છે. ત્યાર બાદ એરટેલના ગ્રાહકોને ફ્લાઈટમાં પણ ફાસ્ટ ઈન્ટરનેટની સુવિધા મળી શકશે.

સીમલેસ એલાયન્સ નામની આ ગ્લોબલ પાર્ટનરશીપમાં વનવેબ, એરબસ, ડેલ્ટા અને સ્પ્રિન્ટ શામેલ છે. એરટેલે આપેલા એક સ્ટેટમેન્ટ મુજબ બધા જ મળીને સેટેલાઈ ટેક્નોલોજીના માધ્યમથી ફ્લાઈટમાં પણ હાઈસ્પીડ ડેટા કનેક્ટિવિટી આપશે. સ્ટેટમેન્ટમાં વધુમાં જણાવાયુ છે કે એરટેલે સીમલેસ એલાયન્સ જોઈન કર્યું છે. તેને કારણે મોબાઈલ ઓપરેટર્સ અને એરલાઈન્સ વચ્ચે ઈનોવેશનનો નવો યુગ શરૂ થઈ જશે. મોબાઈલ કંપનીઓ ફ્લાઈટમાં પણ પોતાની સર્વિસ આપી શકશે.

આ વૈશ્વિક પહેલની જાહેરાત રવિવારે બાર્સેલોનામાં કરવામાં આવી હતી. તેના 5 ફાઉન્ડિંગ મેમ્બર્સ ઉપરાંત ઈન્ડસ્ટ્રીના બીજા ઓપરેટર્સ પણ તેમાં જોડાશે. સીમલેસ એલાયન્સમાં બધા જ સભ્યો ડેટા એક્સેસનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને તેની કિંમત ઓછી કરવા કામ કરશે. ભારતી એરટેલના સીઈઓ ગોપાલ વિઠ્ઠલે જણાવ્યું, “આ ઈન્નોવેટિવ ટેકનિકના ફાઉન્ડર મેમ્બર બનવાની અમને ખુશી છે. અમે આ કારણે અમારા ગ્રાહકોને વધુ સારી કનેક્ટિવિટી આપી શકીશું.”

એરટેલના ગ્લોબલ નેટવર્કના 37 લાખ ગ્રાહકોને ફ્લાઈટમાં પણ કોઈ અડચણ વિના હાઈ સ્પીડ ડેટા સર્વિસીઝ મળી શકશે. એરટેલ દુનિયાનું ત્રીજુ સૌથી મોટું મોબાઈલ ઓપરેટર છે અને તેના એશિયા તથા આફ્રિકાના 16 દેશોમાં મોબાઈલ ઓપરેશન ચાલુ છે. વિઠ્ઠલે જણાવ્યું કે અમે પાર્ટનર મેમ્બર્સની મદદથી આ પ્લેટફોર્મને ગ્રાહકો સુધી પહોંચાડવાની કોશિશ કરીશું.

(6:35 pm IST)