Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવના મૃત્યુ અંગે થઇ રહેલી તરહ-તરહની ટિપ્પણીઓ સામે બોલિવૂડ રોષે ભરાયુઃ અનેક ફિલ્મસ્ટારોઅે કહ્યું-સંવેદનશીલતા દાખવી થોડી શરમ કરો

ફોટોઃ શ્રીદેવી બોલિવુડ શરમ કરો

મુંબઇઃ દુબઇ ખાતે યોજાયેલ લગ્ન સમારોહ દરમિયાન ભારતીય ફિલ્મ જગતની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના અચાનક મૃત્યુથી દેશભરમાં શોકની લાગણી છવાઇ છે. સાથોસાથ આ પ્રકારે અચાનક મોત બાબતે પણ કેટલીક ટિપ્પણીઓ થતા બોલિવૂડના અનેક ફિલ્મ કલાકારો આવી ટિપ્પણીઓ સામે રોષ વ્‍યક્ત કરી રહ્યા છે.

શ્રીદેવીના આકસ્મિક નિધનથી સૌ કોઇને આઘાત લાગ્યો છે. દરેક વ્યક્તિને એ વાતનું આશ્વર્ય છે કે પોતાના પતિ અને દિકરી સાથે નાચતી-ગાતી શ્રીદેવીનું અચાનક નિધન કેવી રીતે થઇ શકે. દુબઇને હોટલના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવેલી શ્રીદેવીના નિધન પર અનેક લોકો સવાલ ઉભા કરી રહ્યાં છે. તેના કારણે કેટલાંક બોલીવુડ સ્ટાર્સ રોષે ભરાયા છે.

એકતા કપૂરે ટ્વિટ કર્યું કે ખરાબ લોકો, એ માની લો કે આશરે 1 ટકા લોકો એવા હોય છે જેને હાર્ટની કોઇ સમસ્યા ન હોવા છતાં તેમને કાર્ડિએક અરેસ્ટ આવે છે. આ તેમની કિસ્મત હતી. ખરાબ ભાવના ધરાવતા લોકો અફવા ફેલાવી રહ્યાં છે.આ સાથે જ એક્ટ્રેસ શ્રીદેવીની ફેન સેલિના જેટલીએ લખ્યું જો તમે પણ મારી જેમ શ્રીદેવીના ફેન છો તો કૃપા કરીને તેમના નિધન પર ક્યાસ લગાવવાનું બંધ કરો કારણ કે આ તેમના અને હાલ દુખમાં ડૂબેલા તેમના પરિવાર સાથે અત્યાચાર ગણાશે.

આ ઉપરાંત લેખિકા મધુ કિશ્વરે શ્રીદેવીના નિધનને તેમની ડાયટિંગ અને સાઇઝ ઝીરો મેળવવા અને જુવાન રહેવા માટે કરાવેલી ટ્રીટમેન્ટને તેની સાથે જોડીને લખ્યું કે ખૂબ જ ટેલેન્ટેડ એક્ટ્રેસ શ્રીદેવીના નિધનથી હું દુખી છું. શું તેમની મોતને તેમની સિરિયલ ડાયટિંગ અને સાઇઝ ઝીરો તથા જુવાન રહેવા માટે કરાવેલી ટ્રીટમેન્ટ સાથે કોઇ લેવાદેવા તો નથી?’ આ ટ્વીટ પર અભિનેત્રી સ્વરા ભાસ્કર રોષે ભરાઇ અને તેણે સોશ્યલ મીડિયા પર તેમનું ટ્વિટ રિટ્વિટ કરીને તેમને શ્રીદેવીના મોત પર શોડા સંવેદનશીલ થવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે શ્રીદેવી પરિવાર સાથે એક લગ્ન સમારોહમાં સામેલ થવા માટે દુબઇ ગઇ હતી જ્યાં શનિવારે રાતે શરે 11 વાગે કાર્ડિએક એરેસ્ટના કારણે તેમનું મોત નિપજ્યું હતું.

(5:26 pm IST)